શૉર્ટ-સર્કિટ અથવા કરન્ટ કઈ રીતે ફેલાયો એનાં ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ અને વીજ-વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પનવેલમાં શનિવારે કરન્ટ લાગ્યા બાદ અમુક લોકો રસ્તા પર જ ઢળી પડ્યા હતા.
પનવેલમાં પાંચમી સપ્ટેમ્બરે દહીહંડી ઉત્સવ દરમ્યાન અચાનક વીજળીનો કરન્ટ લાગતાં સાતેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે ઉત્સવના સ્થળે ભારે અફરાતફરી અને અસુરક્ષાનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ દહીહંડીની ઉજવણી ચાલુ હતી ત્યારે જ અચાનક કરન્ટ ફેલાતાં સ્થળ પર હાજર લોકોમાં ભય ફેલાયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે તેઓ ભાગદોડ કરવા લાગ્યા હતા. કરન્ટ લાગવાથી ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ ઘટના બાદ જાહેર કાર્યક્રમો અને તહેવારો દરમ્યાન આયોજકો દ્વારા રાખવામાં આવતી વીજ-સુરક્ષા અને લાઇટિંગની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શૉર્ટ-સર્કિટ અથવા કરન્ટ કઈ રીતે ફેલાયો એનાં ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ અને વીજ-વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
