અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વજનના નિયમો પહેલેથી છે, હવે એને કડકાઈથી લાગુ કરવામાં આવશે
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ
રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે એક ઇન્ટરવ્યુમાં રેલવેમાં વધુ સામાન લઈ જવા પર ચાર્જ વસૂલ કરવામાં આશે એવા રિપોર્ટ્સ વિશે વાત કરી હતી. થોડા દિવસ પહેલાં જ એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે રેલવેમાં મુસાફરી કરવા માટે પૅસેન્જર ડબ્બાના વર્ગ પ્રમાણે સામાનના વજનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ફર્સ્ટ ક્લાસ ACમાં ૭૦ કિલો વજનથી લઈને જનરલ ક્લાસ માટે ૩૫ કિલો સુધીની વજન માટેની મર્યાદા જાહેર કરવામાં આવી હતી.
જોકે રેલવેપ્રધાને આ રિપોર્ટ્સનું ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે ‘વધારાના વજન પર ચાર્જ વસૂલ કરવામાં આવશે એવા રિપોર્ટ્સ તદ્દન ખોટા છે. રેલવેમાં સામાન લઈ જવા પર વજનની મર્યાદા નક્કી છે. આ નિયમો તો પહેલેથી છે. કોઈ નવા નિયમ નથી બનાવવામાં આવ્યા. હા, હવે આ નિયમોને કડકાઈથી લાગુ કરવામાં આવશે એવું નક્કી થયું છે.’


