Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૨૦૨૬ના અંત સુધીમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન નહીં હોય, અમિત શાહ પણ સત્તામાં નહીં હોય

૨૦૨૬ના અંત સુધીમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન નહીં હોય, અમિત શાહ પણ સત્તામાં નહીં હોય

Published : 25 March, 2026 10:00 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય રાઉતે લખેલા પુસ્તકના વિમોચનમાં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો દાવો

નરેન્દ્ર મોદી અને અમિત શાહ

નરેન્દ્ર મોદી અને અમિત શાહ


શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત દ્વારા લખાયેલા પુસ્તક ‘અનલાઇક્લી પૅરૅડાઇઝ’ના વિમોચન કાર્યક્રમમાં સોમવારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૬ના અંત સુધીમાં વડા પ્રધાન નહીં હોય. તેઓ અને અમિત શાહ જવાના છે અને તેમનું શાસન સમાપ્ત થવાનું છે.’

કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાત કરતાં કેજરીવાલે કહ્યું હતું કે ‘દરેક વ્યક્તિએ આ પુસ્તક વાંચવું જોઈએ. મોદી સરકાર બધા અપ્રામાણિક લોકોને પોતાની પાર્ટીમાં સમાવે છે અને બધા પ્રામાણિક લોકોને જેલમાં ધકેલી દે છે. જે રીતે તેઓ (BJP) ચૂંટણીપંચનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતે છે એ દેશ માટે સારું નથી.’


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 10:00 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK