આમ આદમી પાર્ટી (AAP) સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ વધતી જાય છે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહના બહિષ્કારની જાહેરાત કરી ચૂકેલા સીએમ કેજરીવાલ હવે નીતિ આયોગની મીટિંગનો પણ બહિષ્કાર કરશે.

અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)
આમ આદમી પાર્ટી (AAP) સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને કેન્દ્ર સરકાર વચ્ચે ખેંચતાણ વધતી જાય છે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહના બહિષ્કારની જાહેરાત કરી ચૂકેલા સીએમ કેજરીવાલ હવે નીતિ આયોગની મીટિંગનો પણ બહિષ્કાર કરશે. આ માટે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે.
પત્રમાં શું?
બે પાનાંના લેટરમાં સીએમ કેજરીવાલે લખ્યું, "કાલે નીતિ આયોગની મીટિંગ છે. નીતિ આયોગનો ઉદ્દેશ્ય છે ભારતવર્ષનું વિઝન ઘડવું અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવો. છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે જનતંત્ર પર હુમલો થયો છે, બિન ભાજપ સરકારોને પાડવામાં આવી રહી છે, તોડવામાં આવી રહી છે અથવા કામ કરવા નથી દેવામાં આવતું, એ નહીં કે આપણાં ભારતવર્ષનું વિઝન છે અને ન તો સહકારી સંઘવાદ."
ADVERTISEMENT
`પંગુ કેમ બનાવવા માગો છો?`
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી AAP સહિત અનેક વિપક્ષી દળો કેન્દ્ર સરકારના તે અધ્યાદેશને લઈને હુમલાખોર છે જેના હેઠળ રાજધાનીમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગની શક્તિ દિલ્હી સરકાર પાસેથી પાછી લઈ લેવામાં આવી છે. કેજરીવાલે અધ્યાદેશના મુદ્દે અટેક કરતાં કહ્યું, "આઠ વર્ષની લડાઈ બાદ દિલ્હીવાળાએ સુપ્રીમ કૉર્ટમાં લડાઈ જીતી, દિલ્હીના લોકોને ન્યાય મળ્યો. માત્ર આઠ દિવસમાં તમે અધ્યાદેશ પાસ કરી સુપ્રીમ કૉર્ટના આદેશને ફેરવી દીધો." કેજરીવાલે આગળ લખ્યું, "તમે (પીએમ મોદી) દિલ્હી સરકારને પંગુ કેમ બનાવવા માગો છો? શું આ જ છે ભારતદેશનું વિઝન?"
બહિષ્કારનું કારણ?
નીતિ આયોગની મીટિંગનો બહિષ્કાર કરવા પાછળ કેજરીવાલે કારણ જણાવતા લખ્યું, "લોકો પૂછી રહ્યા છે કે જો વડાપ્રધાનજી સુપ્રીમ કૉર્ટને પણ નથી માનતા તો લોકો ન્યાય માટે ક્યાં જશે? જ્યારે આ રીતે ખુલ્લેઆમ સંવિધાન અને જનતંત્રની અવહેલના થઈ રહી છે અને સહકારી સંઘવાદનો મજાક બનાવવામાં આવી રહ્યો છે તો પછી નીતિ આયોગની મીટિંગમાં સામેલ થવાનો કોઈ અર્થ રહેતો નથી. આથી કાલની મીટિંગમાં મારું સામેલ થવું શક્ય નથી."
આ પણ વાંચો : ‘રાષ્ટ્રપતિ કરે સંસદ ભવનનું ઉદ્ઘાટન’ આવી માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
સીએમ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદીને પિતા અને મોટા ભાઈ સમાન જણાવતા લખ્યું કે, "તમે જો માત્ર ભાજપ સરકારનો સાથ આપશો અને બિનભાજપાઈ સરકારોના કામ અટકાવશો તો આથી દેશનો વિકાસ રુંધાઈ જશે." જણાવવાનું કે કેજરીવાલની પાર્ટી સહિત અનેક દળોએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે. પીએમ મોદી 28 મેને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે.

