પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી રહી છે અને પુતળા બાળવામાં આવી રહ્યા છે. ભારતીય સેના પણ આતંકવાદીઓને ઘેરવા માટે ફુલ પ્રૂફ પ્લાન સાથે ઘાટીમાં ઊતરી.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે
જમ્મૂ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ સામેના એન્કાઉંટરમાં દેશે સેનાના ત્રણ ઑફિસર ગુમાવી દીધા છે. આ આતંકવાદી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝેસ્ટેન્સ ફ્રન્ટે લીધી છે. ઘટના થકી દેશમાં દુઃખ અને ગુસ્સાનો માહોલ છે. પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી રહી છે અને પુતળા બાળવામાં આવી રહ્યા છે. ભારતીય સેના પણ આતંકવાદીઓને ઘેરવા માટે ફુલ પ્રૂફ પ્લાન સાથે ઘાટીમાં ઊતરી. માહિતી છે કે હુમલા સાથે જોડાયેલા લશ્કરના બન્ને આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે. કોઈપણ વખતે ઑપરેશન ખતમ થઈ શકે છે.
અનંતનાગ એન્કાઉન્ટરથી પાકિસ્તાન પણ ડરી ગયું છે. એરસ્ટ્રાઈકના ડરથી પાકિસ્તાન ચિંતિત જોવા મળી રહ્યું છે. સીક્રેટ એજન્સીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં કાર્યરત કેટલાક આતંકી કેમ્પોને પાછળ ખસેડવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે આ આતંકી કેમ્પોને LoC પાસેના લૉન્ચ પેડ તરફ ખસેડવામાં આવ્યા છે. હકીકતે છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી કેમ્પમાં આતંકવાદીઓની સંખ્યા વધી છે.
પાકે LoCથી પાછળ ખસેડ્યા ટેરર કૅમ્પ?
ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર એલઓસી નજીક પાકિસ્તાની આર્મી કેમ્પની નજીકના કેટલાક આતંકી કેમ્પને શિફ્ટ કરવાની માહિતી મળી છે. જાણકારોનું કહેવું છે કે પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદી કેમ્પને ખસેડવા પાછળનું સૌથી મોટું કારણ તેમને ભારતીય સેનાની કાર્યવાહીથી બચાવવાનું છે. શિફ્ટ કરાયેલા આતંકી કેમ્પોમાં કેટલાક કેમ્પ એવા છે જે એલઓસીથી થોડાક કિલોમીટર દૂર છે.
આતંકવાદીઓ હુમલાનું દબાણ બનાવી રહી હતી ISI
માહિતી મળી છે કે પાકિસ્તાનની સીક્રેટ એજન્સી ઈન્ટરસર્વિસ ઈન્ટેલિજેન્સ (ISI) એક્ટિવ છે અને જમ્મૂ-કાશ્મીરમાં સક્રિય એવા પોતાના આતંકવાદીઓ પર સુરક્ષા દળો પર મોટા હુમલા કરવાનું દબાણ કરી રહી છે. ISIએ આ આતંકવાદી સંગઠનોને ચેતવ્યા હતા કે તે મોટા હુમલા કરવામાં સફળ નહીં થાય તો તેમને પાકિસ્તાન પાસેથી મળનારી ફન્ડિંગ અટકાવી દેવામાં આવશે.
આતંકવાદી સંગઠનોને હથિયાર મોકલવાના પ્રયત્નો
જાણકારો જણાવે છે જમ્મૂ કશ્મીરમાંથી કલમ 370 ખસેડાયા બાદથી મોટા આતંકવાદી હુમલા ન થઈ શકવાથી ISI ચિંતિત છે. તે પોતાના મનસૂબામં સફળ થઈ શકતી નથી. એવામાં તેણે આતંકવાદીઓ પર દબાણ બનાવવાની રણનીતિ ઘડી અને હુમલા કરવા માટે ઉશ્કેરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, ISI તરફથી ભારત-પાકિસ્તાન સીમા પર લાઈન ઑફ કન્ટ્રોલ (Line of Control)થી જમ્મૂ કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સુધી હથિયાર મોકલવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
લશ્કરના આતંકવાદીઓને આપવામાં આવી રહ્યા છે હથિયાર સપ્લાયના ટાસ્ક
સીક્રેટ એજન્સી રિપૉર્ટ પ્રમાણે જુલાઈ મહિનામાં પણ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) એક ગામમાં રાખવામાં આવેલા હથિયારોમાં મોટા જથ્થાને ભારતીય સીમા પર મોકલવાનું ષડયંત્ર ઘડ્યું હતું. સીમા પારથી હથિયારોને જમ્મૂ કાશ્મીરમાં મોકલવામાં આવેલા પાકિસ્તાનની ISI તે કાશ્મિરીઓનો ઉપયોગ કરી રહી છે જેમને LoCના બધા માર્ગોની માહિતી છે. તાજેતરમાં લૉન્ચિંગ પેડ પાસે પીઓકેના લિપામાં રહેતા લશ્કરના બે આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં હથિયારોનો જંગી જથ્થો મોકલવાની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાંથી એક આતંકવાદી કુપવાડાનો રહેવાસી છે.
લોકલ આતંકવાદીઓને બનાવવામાં આવી રહ્યા છે મોહરા
આ પહેલીવાર નથી જ્યારે સ્થાનિક આતંકવાદીઓનો ઉપયોગ આતંકવાદીઓની નોંધણી કરવા તેમજ ભારતમાં હથિયારોના કન્સાઈનમેન્ટ મોકલવા માટે કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે 5 મેના રોજ, સેનાએ રાજૌરીના કુંડલી જંગલોમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં લાગેલી સેના પર હુમલામાં લશ્કર કમાન્ડર સાજિદ જુટ જૂથની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી.
લશ્કર કમાન્ડરે રચ્યું રાજૌરી હુમલાનું ષડયંત્ર
ગુપ્તચર એજન્સીઓ અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના કોટલીમાં સ્થિત લશ્કરના કમાન્ડર સાજિદ જુટ ઉર્ફે હબીબુલ્લાહ મલિક અને રફીક નાઈ ઉર્ફે સુલતાને રાજૌરીમાં હુમલાનું કાવતરું ઘડ્યું હતું. તેમજ સેના પર હુમલો કરવા માટે સરહદ પારથી આતંકવાદીઓના બે જૂથ ભારતીય સરહદમાં ઘૂસી આવ્યા હતા.
પૂંછમાં સેનાના ટ્રક પર હુમલામાં સામેલ હતું આતંકવાદી ગ્રુપ
સીક્રેટ એજન્સીઓને શંકા છે કે લશ્કરના કમાન્ડર સાજિદ જુટે રફીક નાઈ સાથે મળીને બે જૂથોમાં 10-12 આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનું કાવતરું ઘડ્યું હતું. 20 એપ્રિલના રોજ પૂંચમાં આર્મી ટ્રક પર થયેલા હુમલા માટે આમાંથી એક જૂથને જવાબદાર માનવામાં આવે છે. એજન્સીઓને શંકા છે કે તમામ આતંકવાદીઓને દેશની સરહદમાં ઘુસાડવાની જવાબદારી પીઓકેમાં બેઠેલા આતંકવાદીઓના માસ્ટર્સ દ્વારા રફીક નાઈને સોંપવામાં આવી હતી.
કોણ છે આતંકવાદી રફીક નાઈ?
રફીક નાઈ જમ્મૂનો જ રહેવાસી છે અને તેણે ઘુસપૈઠના રસ્તાઓની માહિતી છે. તહરીક ઉલ મુજાહિદીન/ગજવની કમાંડર રફીક નાઈને સુલ્તાનના નામે પણ ઓળખવામાં આવે છે. તેમનું કામ PoKના ટેરર કેમ્પમાં ટ્રેનિંગ પૂરી કરી ચૂકેલા આતંકવાદીઓને જમ્મૂ-કાશ્મીરમાં ઘુસણખોરી કરાવવાનું છે.