Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Air India, IndiGo Flights: હવાઈ મુસાફરી કરવાના હોવ તો જાણી લેજો- આ તમામ શહેરોમાં ફ્લાઇટ્સ કરાઇ કેન્સલ

Air India, IndiGo Flights: હવાઈ મુસાફરી કરવાના હોવ તો જાણી લેજો- આ તમામ શહેરોમાં ફ્લાઇટ્સ કરાઇ કેન્સલ

Published : 13 May, 2025 09:43 AM | Modified : 14 May, 2025 07:01 AM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Air India, IndiGo Flights: એરપોર્ટ ફરી ખુલ્યા બાદ પણ, કેટલાક વિસ્તારોમાં  લશ્કરી પ્રવૃત્તિઓ અને ડ્રોનના ખતરાને કારણે એરલાઇન્સ દ્વારા જોખમ લેવાનું ટાળવામાં આવી રહ્યું છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ ચાલી રહી છે. તેવે સમયે એર ઈન્ડિયા અને ઇંડિગો (Air India, IndiGo Flights) તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ બંને એરલાઇન્સ દ્વારા કેટલાંક શહેરો માટે ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ મુદ્દે બંને એરલાઇન્સ દ્વારા તેઓના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર માહિતી આપવામાં આવી છે.

Air India, IndiGo Flights: એર ઈન્ડિયાએ તાજેતરમાં જ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે- તાજેતરના બનાવોને ધ્યાનમાં રાખીને અને તમારી સલામતીને ધ્યાનમાં રાખતાં જમ્મુ, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટની ફ્લાઇટ્સ મંગળવાર- 13 મે માટે કેન્સલ કરવામાં આવી છે. અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને તમને અપડેટ કરતા રહીશું. વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા સંપર્ક કેન્દ્રને 011-69329333/011-6932999 પર કૉલ કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લો.



ઇંડિગો એરલાઇનની પોસ્ટ


ઇંડિગો એરલાઇને પણ તાજેતરમાં જ પોસ્ટ કરી હતી અને તેમાં જણાવાયું હતું કે, `વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને તમારી સલામતીને પ્રાથમિકતા આપતાં 13 મે માટે જમ્મુ, અમૃતસર, ચંદીગઢ, લેહ, શ્રીનગર અને રાજકોટ જતી અને જતી ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. અમે સમજીએ છીએ કે આનાથી તમારી મુસાફરીની યોજનાઓમાં ભંગ પડી શકે છે અને અમે તેના માટે દિલગીર છીએ. અમારી ટીમ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તમને વધુ માહિતી તાત્કાલિક પૂરી પાડશે. એરપોર્ટ જતા પહેલાં કૃપા કરીને અમારી વેબસાઇટ અથવા એપ્લિકેશન પર તમારી ફ્લાઇટનું સ્ટેટસ તપાસી લેશો"


તમને જણાવી દઈએ કે સામ્બા, અખનૂર, જેસલમેર અને કઠુઆમાં કથિત રીતે ડ્રોન જોવા મળ્યા હતા. આ ડ્રોન (Air India, IndiGo Flights) જોવા મળ્યા બાદ જ એરલાઇન્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, ભારતીય સેનાએ મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરમાં કોઈ ડ્રોન જોવા મળ્યા નથી. અને સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ યુદ્ધવિરામ પણ અકબંધ છે. છતાં પણ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ એર લાઇન્સ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.

એવા પણ અહેવાલો મળી રહ્યા છે કે ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ (Air India, IndiGo Flights) સામ્બા સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યા હતા. જેમાં રાત્રિના આકાશમાં લાલ રંગની રેખાઓ અને વિસ્ફોટો જોવા મળ્યા હતા. જોકે સેનાના સૂત્રો દ્વારા પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે કે થોડાક ડ્રોન આ ક્ષેત્રમાં એન્ટર થયા હતા. જોકે, તેઓએ કહે જણાવ્યું હતું કે આ બનાવમાં ગભરાવાની કોઈ જ જરૂર નથી.

આ સમગ્ર મામલે નિષ્ણાતો એવું પણ જણાવી રહ્યા છે કે એરપોર્ટ (Air India, IndiGo Flights) ફરી ખુલ્યા બાદપણ, કેટલાક વિસ્તારોમાં  લશ્કરી પ્રવૃત્તિઓ અને ડ્રોનના ખતરાને કારણે એરલાઇન્સ જોખમ લેવાનું ટાળવામાં આવી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 07:01 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK