વાસ્તવમાં ૧૪ વર્ષ પહેલાં પણ કોરોમંડલનો ઓડિશાના જાજપુર રોડની પાસે અકસ્માત થયો હતો, જેમાં ૧૬ પૅસેન્જર્સનાં મોત થયાં હતાં અને લગભગ ૧૬૧ને ઈજા થઈ હતી.

બાલાસોર જિલ્લામાં કોરોમંડલ એક્સપ્રેસ, બૅન્ગલોર-હાવડા એક્સપ્રેસ અને એક ગુડ્સ ટ્રેનના અકસ્માત બાદ ગઈ કાલે રેસ્ક્યુ કામગીરી કરી રહેલી ટીમ. તસવીર પી.ટી.આઈ.
ઓડિશામાં કોરોમંડલ ટ્રેનનો વધુ એક વખત અકસ્માત થયો. ૧૪ વર્ષ બાદ ફરીથી શુક્રવારે કોરોમંડલની સાથે આ દુર્ઘટના ઘટી છે. શાલીમાર સ્ટેશનથી ચેન્નઈ જનારી કોરોમંડલ એક્સપ્રેસનો શુક્રવારે બહાનાગામાં અકસ્માત થયો હતો.
વાસ્તવમાં ૧૪ વર્ષ પહેલાં પણ કોરોમંડલનો ઓડિશાના જાજપુર રોડની પાસે અકસ્માત થયો હતો, જેમાં ૧૬ પૅસેન્જર્સનાં મોત થયાં હતાં અને લગભગ ૧૬૧ને ઈજા થઈ હતી.
૨૦૦૯ની ૧૩ ફેબ્રુઆરીએ જ્યારે ટ્રેન હાવડાથી ચેન્નઈ જઈ રહી હતી ત્યારે એના ૧૩ ડબ્બા ટ્રૅક પરથી ખડી પડ્યા હતા, જેમાં ૧૧ સ્લીપર કોચ હતા, જ્યારે બે સામાન્ય કોચ હતા. એ દુર્ઘટના પણ સાંજના સમયે જ થઈ હતી. એ સમયના રેલવેપ્રધાન લાલુ પ્રસાદે દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.
તપાસ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ટ્રૅક બદલતી વખતે ટ્રેન ટ્રૅક પરથી ઊતરી ગઈ હતી. એ સમયે ટ્રેનની સ્પીડ ૧૧૫ કિલોમીટર પ્રતિ કલાક હતી.