અભય ભુતાડા, પવન મુંજાલ અને સુધીર સિંઘ જેવા વ્યક્તિઓ ઉદ્યોગોને ઓપ આપવાનું ચાલુ રાખે છે, જે સાબિત કરે છે કે અસરકારક નિર્ણય લેવાની ક્ષમતા અને નવીનતા વ્યવસાયિક સફળતાને આગળ ધપાવે છે. તેમના પગારના પેકેજો ફક્ત સંખ્યા નથી.
અભય ભુતાડા
ભારતના કોર્પોરેટ ક્ષેત્રમાં એક્ઝિક્યુટિવના ((અધિકારીના) પગારમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે વ્યવસાયના આ અગ્રણીઓ તેમની કંપનીઓને નવી ઊંચાઈઓ સર કરાવી રહ્યાં છે. 2024માં, થોડા જ ટોચના એક્ઝિક્યુટિવે આકર્ષક પગારના પેકેજો મેળવ્યા, જે તેમની સંસ્થાઓનું નેતૃત્વ, નવીનીકરણ અને વિસ્તરણ કરવાની તેમની ક્ષમતાને દર્શાવે છે. ચાલો, આ વર્ષે દેશના પાંચ સૌથી વધુ પગાર મેળવનારા એક્ઝિક્યુટિવ્સ પર નજર કરીએ.
1. અભય ભુતાડા – ₹241.21 કરોડ
ADVERTISEMENT
અભય ભુતાડાએ નાણાકીય વર્ષ 2024માં ભારતનો સૌથી વધુ પગાર ₹241.21 કરોડ મેળવ્યો. પૂનાવાલા ગ્રુપમાં એક મુખ્ય વ્યક્તિ અને પૂનાવાલા ફિનકોર્પના ભૂતપૂર્વ MD તરીકે, તેમણે તેની નાણાકીય સ્થિતિ સશક્ત બનાવી અને CRISIL AAA રેટિંગ મેળવ્યું. વ્યવસાય ઉપરાંત, તેઓ અભય ભુતાડા ફાઉન્ડેશન દ્વારા વંચિત સમુદાયો માટે શિક્ષણ, આરોગ્યની સારસંભાળ અને રમતગમતને ટેકો આપે છે.
2. પવન મુંજાલ – ₹109.41 કરોડ
હીરો મોટોકોર્પ પાછળના પ્રેરક બળ તરીકે, પવન મુંજાલે નાણાકીય વર્ષ 2024માં ₹109.41 કરોડ મેળવ્યા. તેમના નેતૃત્વ હેઠળ, કંપનીએ ભારત અને વિદેશમાં ટુ-વ્હીલર બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. તેમનો પગાર, જે કંપનીની કુલ આવકના 0.28% અને ચોખ્ખા નફાના 2.92% જેટલો છે, તે બ્રાંડની પહોંચને વધારવામાં અને બજારમાં તેની સ્થિતિને સુરક્ષિત કરવામાં તેમની ભૂમિકા દર્શાવે છે.
3. સુધીર સિંઘ – ₹105.12 કરોડ
કોફોર્જના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુધીર સિંઘે નાણાકીય વર્ષ 2024માં ₹105.12 કરોડની કમાણી કરી. આઇટી કન્સલ્ટિંગ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં તેમની કુશળતા કંપની માટે લાભદાયક બની છે. તેમનો પગાર કોફોર્જની આવકના 1.14% અને ચોખ્ખા નફાના 13.01% જેટલો છે, એ વાત સ્પષ્ટ છે કે તેમના નેતૃત્વએ વ્યવસાયની વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
4. વિનય પ્રકાશ – ₹89.37 કરોડ
અદાણી એન્ટરપ્રાઇઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનય પ્રકાશે ₹89.37 કરોડના પગાર સાથે યાદીમાં સ્થાન મેળવ્યું છે. કંપનીના ઉર્જા અને માળખાગત સુવિધા વિભાગોની દેખરેખ રાખતાં, તેમણે કામગીરી વધારવામાં અને લાંબા ગાળાનો વિકાસ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની કમાણી આવકના માત્ર 0.09% અને ચોખ્ખા નફાના 2.76% જેટલી હોવા છતાં કંપનીની દૂરંદેશીમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
5. કલાનિધિ મારન અને કાવેરી કલાનિધિ – પ્રત્યેકને ₹87.5 કરોડ
સન ટીવી નેટવર્કના એક્ઝિક્યુટિવ ચેરમેન, કલાનિધિ મારન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, કાવેરી કલાનિધિ, બંનેએ નાણાકીય વર્ષ 20424માં ₹87.5 કરોડ મેળવ્યા. તેમના નેતૃત્વએ સન ટીવીને મીડિયા જગતમાં મોખરે રાખ્યું છે, સતત નફાકારકતા અને નિયમિત દર્શકોની સંખ્યા સુનિશ્ચિત કરી છે. તેમનું વળતર સતત વિકાસ કરતા મનોરંજનના પરિદૃશ્યમાં કંપનીની નિયમિત ક્ષમતા દર્શાવે છે.
ભારતના વ્યાપાર ક્ષેત્ર માટે આનો શું અર્થ થાય છે
ભારતના અગ્રણી અધિકારીઓના વધતા પગાર આજના કોર્પોરેટ જગતમાં સશક્ત નેતૃત્વનું વધતું મૂલ્ય દર્શાવે છે. અભય ભુતાડા, પવન મુંજાલ અને સુધીર સિંઘ જેવા વ્યક્તિઓ ઉદ્યોગોને ઓપ આપવાનું ચાલુ રાખે છે, જે સાબિત કરે છે કે અસરકારક નિર્ણય લેવાની ક્ષમતા અને નવીનતા વ્યવસાયિક સફળતાને આગળ ધપાવે છે. તેમના પગારના પેકેજો ફક્ત સંખ્યા નથી, પરંતુ ભારતના વિકસતા અર્થતંત્રમાં તેમના પ્રભાવનો પુરાવો છે.


