બીજેપીની યુથ વિંગના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મધુકેશ્વર દેસાઈને પણ સામેલ કર્યા છે

આદિત્ય ઠાકરે તસવીર મિડ-ડે
નવી દિલ્હીઃ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે ૪૦ વર્ષથી નાની ઉંમરના દુનિયાના સૌથી આશાસ્પદ જાહેર જીવનની હસ્તીઓના લિસ્ટમાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે અને બીજેપીની યુથ વિંગના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મધુકેશ્વર દેસાઈને સામેલ કર્યા છે. વર્લ્ડ ઇકૉનૉમિક ફોરેમે એના ફોરમ ઑફ યંગ ગ્લોબલ લીડર્સમાં સામેલ લગભગ ૧૦૦ નવા મેમ્બર્સના લિસ્ટની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આશાસ્પદ પૉલિટિકલ લીડર્સ, ઇનૉવેટિવ ઉદ્યોગસાહસિકો, સમૂળગો બદલાવ લાવતા સંશોધકો અને વિઝનરી ઍક્ટિવિસ્ટ્સને હાલ સામેલ કરવામાં આવ્યા છે કે જેઓ તેમની કમ્યુનિટીઝમાં, દેશોમાં અને દુનિયામાં હકારાત્મક પરિવર્તનને વેગ આપી રહ્યા છે.
આ પણ વાંચો: આદિત્ય ઠાકરેની કાર પર પથ્થરમારો, આ નેતાએ ગણાવ્યું શિંદે જૂથનું કાવતરું
આ લિસ્ટમાં બિઝનેસ અને ઍકૅડેમિક ફીલ્ડમાંથી પણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૉલિસી 4.0 રિસર્ચ ફાઉન્ડેશનનાં સ્થાપક અને સીઈઓ તન્વી રત્ના, જિયો હૅપટિક ટેક્નૉલૉજીઝ લિમિટેડના કો-ફાઉન્ડર અને સીઈઓ આક્રિત વૈશ, ટીવીએસ મોટર્સ કંપની લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર સુદર્શન વેનુ તેમ જ બાયોઝિનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ વિબિન બી. જોસેફ યંગ ગ્લોબલ લીડર્સ ક્લાસના નવા મેમ્બર્સ છે.