કૉન્ગ્રેસે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ-ફાળવણીમાં પક્ષપાતનો આરોપ લગાવ્યો
લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે જણાવ્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર ચિપ બજારમાં આવશે. ૭૯મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધતાં મોદીએ કહ્યું કે ‘ભારતમાં છ સેમિકન્ડક્ટર યુનિટ પહેલેથી જ કાર્યરત છે અને ચાર નવાં યુનિટને લીલી ઝંડી આપવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં ભારતના લોકો દ્વારા બનાવેલી પહેલી ચિપ્સ બજારમાં આવશે.’
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે ‘દેશમાં સેમિકન્ડક્ટર માટે વિચાર-પ્રક્રિયા ૫૦-૬૦ વર્ષ પહેલાં શરૂ થઈ હતી, પરંતુ એ ફાઇલોમાં અટવાઈ ગઈ હતી. આજે જે દેશોએ એમાં નિપુણતા મેળવી લીધી છે એમણે વિશ્વ પર પ્રભુત્વ સ્થાપિત કર્યું છે.’
ADVERTISEMENT
કૉન્ગ્રેસે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ-ફાળવણીમાં પક્ષપાતનો આરોપ લગાવ્યો
કૉન્ગ્રેસના મહાસચિવ અને સંદેશાવ્યવહાર પ્રભારી જયરામ રમેશે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘મોદી સરકારે દેશમાં ૪ સેમિકન્ડક્ટર ઉત્પાદન-પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી છે. વિગતવાર તૈયારીઓ પછી એક અગ્રણી ખાનગી કંપનીએ તેલંગણમાં એક પ્રોજેક્ટ માટે અરજી સબમિટ કરી હતી. એને આંધ્ર પ્રદેશ ખસેડવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ પણ આવાં જ સ્થળાંતર બળજબરીથી કરવામાં આવ્યાં હતાં. તેલંગણથી ગુજરાતમાં ખસેડવાની શરતે બે સેમિકન્ડક્ટર ઉત્પાદન-પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. એવી જ રીતે તામિલનાડુમાં પ્રસ્તાવિત બીજી ફૅક્ટરીને ગુજરાતમાં ખસેડવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી. વધુ કંઈ કહેવાની જરૂર છે?


