Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રશિયન આર્મીમાં જબરદસ્તી ભરતી કરાયેલા ઉત્તર પ્રદેશના ૩ યુવાનો ગુમ

રશિયન આર્મીમાં જબરદસ્તી ભરતી કરાયેલા ઉત્તર પ્રદેશના ૩ યુવાનો ગુમ

Published : 16 September, 2026 11:53 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમનો પાસપોર્ટ જપ્ત કરીને યુક્રેન સામે યુદ્ધમાં ધકેલાયા હોવાની ફરિયાદ પરિવારે કરી વડા પ્રધાનના કાર્યાલયમાં

શક્તિ પુંડીર, શામલીના આશુ, હિમાંશુ શર્મા

શક્તિ પુંડીર, શામલીના આશુ, હિમાંશુ શર્મા


ઉત્તર પ્રદેશના ૩ યુવાનો રશિયામાં ગુમ થયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારોના આક્ષેપ મુજબ આ યુવાનોના પાસપોર્ટ જપ્ત કરીને તેમને યુક્રેન સામેના યુદ્ધમાં લડવા માટે રશિયન આર્મીમાં જોડાવાની ફરજ પાડવામાં આવી હતી. મુઝફ્ફરનગરના હિમાંશુ શર્મા અને શક્તિ પુંડીર તેમ જ શામલીના આશુ સૈની સાથે ૩૦ જુલાઈએ છેલ્લી વખત વાતચીત થઈ હતી, જેમાં તેમણે ગભરાટમાં આ માહિતી આપી હતી.

આ ત્રણેય યુવાનો મૉસ્કોમાં રશિયન ભાષાનો કોર્સ કરવા ગયા હતા. પરિવારોના જણાવ્યા અનુસાર શામલીના એક એજન્ટે સ્ટુડન્ટ-વીઝા અને નોકરીની લાલચ આપીને દરેક પાસેથી ૩.૫૦ લાખ રૂપિયા લીધા હતા. આશુ એપ્રિલમાં રશિયા ગયો હતો, જ્યારે હિમાંશુ અને શક્તિના વીઝા ઑગસ્ટમાં પૂરા થવાના હતા. હાલ પોલીસ આ એજન્ટની તપાસ કરી રહી છે. આશુના પિતાએ મદદ માટે વડા પ્રધાનના કાર્યાલયનો સંપર્ક કર્યો છે.



ઉલ્લેખનીય છે કે પ્રવાસી કે સ્ટુડન્ટ-વીઝા પર રશિયા ગયેલા અને એજન્ટોની છેતરપિંડીનો ભોગ બનીને રશિયન લશ્કરમાં જોડાયેલા ત્રીસથી વધુ ભારતીયોનાં અત્યાર સુધીમાં મોત થયાં છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ આવા ૨૬ ભારતીયોના સંબંધીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. ભારત સરકાર રશિયન સત્તાવાળાઓ સાથે આ મુદ્દે સતત વાટાઘાટો કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 11:53 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK