VIP દર્શનની લાલચ આપીને ભક્તો પાસેથી મોટી રકમ પડાવતા હતા અને ઘણી વાર તેમની સાથે ગેરવર્તણૂક પણ કરતા હતા.
નકલી પૂજારીઓ
વારાણસીના પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા આવતા ભાવિકો સાથે નકલી પૂજારીઓ દ્વારા છેતરપિંડી અને ગેરવર્તણૂકના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યા હોવાથી આ બાબતને ગંભીરતાથી લઈને વારાણસી પોલીસે મોટી કાર્યવાહી કરી હતી અને ૨૧ નકલી પૂજારીઓની ધરપકડ કરી હતી. આ બધા આરોપીઓ સુગમ દર્શન અને VIP દર્શનની લાલચ આપીને ભક્તો પાસેથી મોટી રકમ પડાવતા હતા અને ઘણી વાર તેમની સાથે ગેરવર્તણૂક પણ કરતા હતા.

