2000 Notes Exchange : રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા 2,000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે નિર્ધારિત સમયગાળો 30 સપ્ટેમ્બર 2023 આપવામાં આવ્યો હતો. હજી આ તારીખ આગળ લંબાઈ શકે છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા દ્વારા 2,000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવા (2000 Notes Exchange) માટે નિર્ધારિત સમયગાળો 30 સપ્ટેમ્બર 2023 આપવામાં આવ્યો હતો. આ સમયગાળો આ શનિવારે આવતીકાલે જ પૂરો થઈ રહ્યો છે. જે કોઈ લોકો પાસે હજુ પણ રૂ. 2,000ની નોટો છે અને આ નોટો તેઓએ બેંકમાં જમા કરાવી નથી અથવા બદલી નથી, તો આ સમયમર્યાદા પહેલા જ થઈ જાય તે જરૂરી છે.
આ સાથે એ પણ નોંધવું જરૂરી છે કે ભારતીય રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટની લીગલ ટેન્ડર સ્થિતિ પાછી ખેંચી નથી. આનો અર્થ એ છે કે 2,000 રૂપિયાની નોટ એક્સપાયરી ડેટ સમાપ્ત થયા પછી પણ લીગલ ટેન્ડર તરીકે તો માન્ય રહેશે જ.
ADVERTISEMENT
જોકે, 2000ની નોટ બદલવા (2000 Notes Exchange)ની ડેડલાઇન સામે આવી હોઇ એક નવા જ અપડેટ સામે આવી રહ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કે કેન્દ્રીય બેંક આ ડેડલાઈનને એક મહિના માટે આગળ વધારી શકે છે. આ મામલે એક ઉચ્ચ અધિકારીએ બિનસત્તાવાર રીતે માહિતી શૅર કરી હતી.
એવા અપડેટ સામે આવી રહ્યા છે કે આરબીઆઈ હવે રૂ. 2000ની નોટ જમા કરાવવાની છેલ્લી તારીખ (2000 Notes Exchange)ને હજી આગળ લંબાવી શકે છે. આ આચનકથી તારીખ લંબાવવા પાછળ વિદેશમાં વસતા ભારતીયોનો પ્રશ્ન હોય શકે છે. એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આ ડેડલાઈન હવે ઓક્ટોબરના અંત સુધી લંબાવવામાં આવી શકે છે.
એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે આરબીઆઈ 30 સપ્ટેમ્બર પછી ટ્રાન્ઝેક્શન પૂરતા રૂ. 2000ની નોટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકે છે. પરંતુ વપરાશકર્તાને તેમના બેંક ખાતામાં આ નોટ જમા કરવાની મંજૂરી હજી મળી શકે.
આરબીઆઈ 30 સપ્ટેમ્બર પછી માત્ર આઈડી અને એડ્રેસ પ્રૂફને આધારે ની ઓફિસમાં રૂ. 2000ની નોટ બદલવાની (2000 Notes Exchange) મંજૂરી આપી શકે છે. આરબીઆઈએ ચલણમાંથી રૂ. 2000ની નોટો પાછી ખેંચતી વખતે 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ બેન્કમાંથી રૂ. 20,000ની મર્યાદા સાથે રૂ. 2000ની નોટો બદલવાની મંજૂરી આપી હતી.
2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા અને નિયમો શું છે?
રૂ. 2000ની નોટો બદલવા માટે તમારે સૌ પ્રથમ તમારી નજીકની બેંક શાખામાં જવાનું રહેશે. જે બેંકમાં તમારું ખાતું છે, તેમાં આ નોટ તમે જમા કરી શકો છો.
એક સમયે રૂ. 2000ની માત્ર દસ નોટો જ બદલી શકાય છે. અને આ આ માટે કોઈ જ પ્રકારના ફોર્મ ભરવાની જરૂર નથી.
જો તમે તમારા ખાતામાં રૂ. 2000ની નોટો જમા કરાવી રહ્યા છો, તો તે માટે કોઈ મર્યાદા નથી. તમે રૂ. 20,000થી વધુ પણ જમા કરાવી શકો છો. અને જો તમે તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી રહ્યા છો, તો ત્યારે તમારે ડિપોઝિટ સ્લિપ ફોર્મ ભરવાની હોય છે.

