
પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 3 months 5 days 6 hours 55 minutes ago
09:30 PM
News Live Updates: પશ્ચિમ રેલવેમાં રવિવારે પાંચ કલાકનો જમ્બો બ્લોક
પશ્ચિમ રેલ્વેના મુંબઈ વિભાગે શુક્રવારે મુંબઈ લોકલ ટ્રેનના અપડેટ્સ શેર કર્યા અને કહ્યું કે તે રવિવારે પાંચ કલાકનો જમ્બો બ્લોક હાથ ધરશે.
Updated
1 year 3 months 5 days 7 hours 25 minutes ago
09:00 PM
News Live Updates: મધ્યપ્રદેશમાં છ વર્ષનો બાળક ફસાયો ૬૦ ફૂટ ઉંડા બોરવેલમાં
મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં છ વર્ષનો માસૂમ બાળક ખુલ્લા બોરવેલમાં પડી ગયો હતો. જે બાદ તરત જ બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટના શુક્રવારે બની હતી જ્યારે છ વર્ષનો મયંક રમતા રમતા અચાનક ૬૦ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
Updated
1 year 3 months 5 days 7 hours 55 minutes ago
08:30 PM
News Live Updates: સંભવના આધારે નિર્દોષ છૂટકારો રદ કરી શકાય નહીં - સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અપીલ કોર્ટ માત્ર સંભાવનાના આધારે કેસમાં નિર્દોષ છૂટવાના આદેશને રદ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે કહ્યું કે જ્યાં સુધી અપીલ કોર્ટમાં રજૂ કરાયેલ રેકોર્ડ દર્શાવે છે કે નિર્દોષ વ્યક્તિ દોષિત હોઈ શકે છે, ત્યાં સુધી નિર્દોષ જાહેર કરવાના આદેશમાં દખલ ન કરવી જોઈએ.
Updated
1 year 3 months 5 days 8 hours 25 minutes ago
08:00 PM
News Live Updates: NCBએ ગોવામાં એક ઘરમાંથી ૩૩ ગાંજાના છોડ જપ્ત કર્યા
એનસીબીએ માહિતી આપી કે, એનસીબીએ ગોવામાં એક ઘર પર દરોડો પાડ્યો જ્યાં એક વિદેશી નાગરિક કથિત રીતે ગાંજાની ખેતી કરતો હતો અને તેમાંથી ૩૩ જેટલા નવા ઉગાડેલા ગાંજાના છોડને જપ્ત કર્યા છે.