શિંદે મહારાષ્ટ્રમાં બીજેપી સાથે સરકાર ચલાવી રહ્યા છે. તે બીજેપી પર કોઈપણ હુમલાને વ્યક્તિગત રીતે હુમલાની જેમ લઈ રહ્યા છે.

એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) અયોગ્યતા અને માનહાનિ સાથે જોડાયેલી કાર્યવાહી પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ફ્રન્ટફુટ પર આગળ આવીને રમી રહ્યા છે. તેમણે બીજેપીના પ્રિય પાત્ર રહેલા સાવરકરનું નામ લેવા પર કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર નિશાનો સાધતા કહ્યું કે તેમને એક વધુ માનહાનિના કેસનો સામનો કરવો પડી શકે છે. શિંદે મહારાષ્ટ્રમાં બીજેપી સાથે સરકાર ચલાવી રહ્યા છે. તે બીજેપી પર કોઈપણ હુમલાને વ્યક્તિગત રીતે હુમલાની જેમ લઈ રહ્યા છે.
હકિકતે, શિંદેને પણ કાયદાકીય ચાબખાંથી પડનારી મારની શંકા છે. તેમને આ વાતની ચિંતા સતાવી રહી છે કે શિંદે VS ઉદ્ધવની લડાઈમાં શું સુપ્રીમ કૉર્ટ તેમની પાસેથી મુખ્યમંત્રી પદની ખુરશી છીનવી શકે છે. જો એમ થયું તો તેમનું રાજનૈતિક ભવિષ્ય કેવું હશે કારણકે અંદરખાને આ વાતની પણ ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે અને બીજેપી ફરીથી એક રાહ પર ચાલી શકે છે.
અહીં, મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી સંવિધાન ખંડપીઠે શિવસેનાના એકનાથ શિંદે (Eknath Shinde) અને ઉદ્ધવ ઠાકરેના જૂથ વચ્ચે ઝગડા સંબંધિત અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો છે.
આની સાથે જ મહારાષ્ટ્રમાં રાજનૈતિક અનિશ્ચિતતા પણ ચાલે છે કે શું એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી જળવાઈ રહેશે? શું ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી તરીકે કમબૅકની સુવિધાની સાથે યથાસ્થિતિ જળવાઈ શકશે? શું શિંદે જૂથના વિધેયક અયોગ્યતાનો સામનો કરશે? શું સદનને ભંગ કરી જેવામાં આવષે અને ટૂંક સમયમાં જ ચૂંટણી થશે? કે હાલ જે સ્થિતિ છે તે જળવાઈ રહેશે?
એવામાં એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે શું સુપ્રીમ કૉર્ટ કોઈ મુખ્યમંત્રીને ખસેડી શકે છે? ભૂતકાળમાં પણ સત્તાસીન મુખ્યમંત્રીને સુપ્રીમ કૉર્ટ તેમના પદ પરથી ખસેડી ચૂક્યું છે.
ઘટના સાત વર્ષ જૂની છે. 2016ની જુલાઈમાં સુપ્રીમ કૉર્ટે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કલિખો પુલને પદ પરથી ખસેડી દીધો હતો. તે 145 દિવસ જ મુખ્યમંત્રી રહી શકતા હતા. પુલને પદ પરથી ખસેડતા સુપ્રીમ કૉર્ટે રાજ્યમાં યથાસ્થિતિ જાળવી રાખી હતી. સાથે જ તેમના બધા નિર્ણયો પણ અમાન્ય કરાર કરી દીધા હતા.
જો કે, મહારાષ્ટ્રનો કેસ ખૂબ જ જટિલ અને પેચીદા છે, જેને સંવિધાનની દસમી અનુસૂચી, જે દળબદલ સાથે સંબંધિત છે, તેને ફરી ચર્ચામાં લાવી દીધા છે. કેસમાં શિંદે જૂથના વિધેયકોએ દળબદલ્યું કે કોઈ અન્ય પાર્ટીમાં વિલય નથી કર્યો અને રિયલ શિવસેના હોવાનો દાવો કર્યો.
શિંદે જૂથે તત્કાલીન રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની મદદથી (જેમ કે ઉદ્ધવ જૂથ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો) વિશ્વાસ મત પરીક્ષણમાં ભાજપ સાથે મળીને બહુમત હાંસલ કરવામાં સફળતા મેળવી અને પોતાના સ્પીકરની નિયુક્તિ કરી લીધી છે. મુખ્ય ન્યાયાધીશ, ડીવાય ચંદ્રચૂડે બન્ને જૂથ અને રાજ્યપાલ દ્વારા રાખવામાં આવેલી પ્રમુખ દલીલો પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
આ પણ વાંચો : Kolhapur: 80 સેક્સ ક્લિપ વાયરલ થતા 400 મહિલાઓએ કરી ફરિયાદ, ડૉક્ટરે કર્યો કાંડ
માનવામાં આવી રહ્યું છે કે ખંડપીઠનો નિર્ણય આ બે બિંદુઓ પર ટકેલો હોઈ શકે છે. જો કે, CJIએ ઉદ્ધવ જૂથ સામે એ પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે તમે વિશ્વાસ મત પરીક્ષણ પહેલા જ રાજીનામું કેમ આપી દીધું? કૉર્ટની નજરમાં ઉદ્ધવ ઠાકરેનું આ મોટું પૉલિટિકલ બ્લન્ડર છે.