Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Kolhapur: 80 સેક્સ ક્લિપ વાયરલ થતા 400 મહિલાઓએ કરી ફરિયાદ, ડૉક્ટરે કર્યો કાંડ

Kolhapur: 80 સેક્સ ક્લિપ વાયરલ થતા 400 મહિલાઓએ કરી ફરિયાદ, ડૉક્ટરે કર્યો કાંડ

26 March, 2023 07:35 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ક્લિપ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને આમાં મોટાભાગે સ્થાનિક મહિલાઓ હોવાને કારણે લોકોમાં આક્રોશ છે. સાથે જ માગ કરવામાં આવી રહી છે કે આ મામલો પોલીસ તરત કાર્યવાહી કરે.

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર (Maharashtra) કોલ્હાપુર (Kolhapur) જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાના મુરગુડમાં એક ડૉક્ટરે પોતાની કરતૂત થકી આ વિસ્તારને ઝકઝોર કરી મૂક્યો છે. ઝોલછાપે સારવાર કરાવવા ગયેલી મહિલાઓનું યૌન શોષણ કરી વીડિયો બનાવ્યા આમાં લગભગ 70થી 80 વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. આથી જિલ્લામાં હાહાકાર મચ્યો છે અને લગભગ 400 મહિલાઓએ પત્ર લખીને ડૉક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બધી ક્લિપ આરોપી ડૉક્ટરે પોતે જણાવી છે અને આ બધું ત્યારે વાયરલ થઈ ગયું જ્યારે બદમાશ ડૉક્ટરે પોતાનું લેપટૉપ રિપેર કરાવવા માટે આપ્યું. આરોપીએ લેપટૉપમાં અનેક ક્લિપ જમા કરી રાખી હતી. આ ક્લિપ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે અને આમાં મોટાભાગે સ્થાનિક મહિલાઓ હોવાને કારણે લોકોમાં આક્રોશ છે. સાથે જ માગ કરવામાં આવી રહી છે કે આ મામલો પોલીસ તરત કાર્યવાહી કરે.

કોલ્હાપુર જિલ્લાના કાગલ તાલુકાના મુરગુડમાં એક ડુપ્લિકેટ છાપ સાથે છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર પોતાના વ્યવસાયની જાહેરાત કરી રહ્યો હતો. આ જાહેરાતને જોતા આસપાસના વિસ્તારોમાંથી ઘણાં લોકો સારવાર કરાવવા માટે આવી રહ્યા હતા. આ વાતનો લાભ ઊઠાવીને તે સારવાર કરાવવા આવેલી મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરવા માંડ્યો. તેણે પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયોઝ પણ બનાવ્યા હતા. આમાં સ્થાનિક મહિલાઓની સાથે યુવતીઓ પણ સામેલ છે.લૅપટૉપ સારવાર માટે આપતા ક્લિપ થઈ વાયરલ
ડૉક્ટરે પોતાના લેપટૉપમાં અલગ-અળગ ક્લિપ રાખી હતી. આ દરમિયાન લેપટૉપ જ્યારે બગડી ગયું અને તે રિપેર કરાવવા માટે લઈ ગયો ત્યારે આ ક્લિપ વાયરલ થવા માંડી. છેલ્લા કેટલાક દિવસથી તે મુરગુડ વિસ્તારમાં અનેક લોકોના મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ પર ફરી રહી હતી. પણ ડરને માર્યે કોઈએ ફરિયાદ કરી નહીં. પણ શનિવારે ચારસો નામ વગરના પત્રો સામે આવ્યા. આ ગણગણતી ચર્ચા ત્યારે સાર્વજનિક થઈ જ્યારે પીડિત મહિલાઓએ એક જ સમયમાં શહેરના અનેક લોકોને ડાક દ્વારા આ પત્ર મોકલ્યા. અજ્ઞાત વ્યક્તિઓ તરફથી શહેરના પ્રમુખ રાજનૈતિક અને સામાજિક કાર્યકર્તાઓએ આ વીડિયોવાળા પેન ડ્રાઈવ ડાક દ્વારા મોકલવામાં આવ્યા છે. સાથે જ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.


આ પણ વાંચો : વેસ્ટર્ન રેલવેના પ્રવાસીઓને રાહત: આવતી કાલથી છ વધુ લોકલ થશે ૧૫ ડબ્બાની

પત્રમાં શું છે?
પત્રમાં કહેવામાં આવ્યું છે કે મુરગુડનું નામ હવે એક અલગ કારણે ચર્ચામાં છે. અહીંના ફેક ડૉક્ટરે પોતાના વ્યવસાય સ્થળે પર અશ્લીલ હરકત કરી મુરગુડનું નામ બદનામ કર્યું છે. દર્દીની નજરમાં ડૉક્ટર ભગવાન હોય છે પણ, આ ઝોલછાપ ડૉક્ટરે પોતાના મેડિકલ કરિઅરની આડમાં આ ખોટું કામ કર્યું છે અને મેડિકલ ક્ષેત્રના લોકોને કલંકિત કર્યા છે જે આ કામમાં પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે. દેશ બધી મહિલાઓને સન્માન આપીને અને તેમના મનમાં સુરક્ષાની ભાવના પેદા કરીને મહિલા દિવસ ઉજવી રહ્યા છે. પણ આ ઘટનાથી આ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે અમારા મુરગુડમાં મહિલાઓ સુરક્ષિત નથી.અમે બધા મુરગુડકર આવી અશ્લીલ હરકત કરનારાને હંમેશાં માટે સબક શીખવે. જેથી એ સુનિશ્ચિત કરવું આપણી ઉપર છે કે માનવતાને કાળું કરનારી આવી ઘટનાઓ અમારા મુરગુડમાં ન થાય. આ ફેક ડૉક્ટરના સમર્થન કરનારા પર પણ સ્થાયી રૂપે પ્રતિબંધ મૂકીને આ સંદેશ આપીકે મુરગુડ શહેરમાં મહિલાઓ સુરક્ષિત છે. આ દરમિયાન, પત્રના અંતે મુરગડની અનેક મહિલાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2023 07:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK