ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની MNS વચ્ચે યુતિની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે.
ઠાકરેબંધુ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી માટે શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે સોમવારે છેલ્લી ઘડીની વાતચીત થઈ હતી. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા મંગળવારથી શરૂ થવાની છે ત્યારે આખરે ઠાકરે બંધુઓ તેમની યુતિ જાહેર કરે એવી અટકળો થઈ રહી છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની MNS વચ્ચે યુતિની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. દરમ્યાન સોમવારે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત MNSના અધ્યક્ષ રાજ ઠાકરેને મળ્યા હતા. MNS નેતા બાળા નાંદગાંવકરે પણ વાતચીત કરવા માટે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની મુલાકાત લીધી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે હજી સુધી બન્ને પક્ષો દાદર, શિવડી, વિક્રોલી અને ભાંડુપ જેવા વિસ્તારોમાં ચૂંટણી લડવા વિશે કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી.


