હાર્બર લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચૂનાભઠ્ઠી/બાંદરા સ્ટેશન વચ્ચે બન્ને તરફ સવારના ૧૦.૧૦ વાગ્યાથી સાંજે ૦૪.૧૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. પ્રવાસીઓની સુવિધા માટે કુર્લા અને પનવેલ વચ્ચે દર ૨૦ મિનિટે એક ટ્રેન દોડાવવામાં આવશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વેસ્ટર્ન રેલવેમાં આજે સવારે ૧૦.૩૫થી બપોરે ૦૩.૩૫ વાગ્યા સુધી રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સ્લો લાઇન પર જમ્બો બ્લૉક લેવામાં આવ્યો છે. બ્લૉકના આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડશે. સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. થાણેથી કલ્યાણ દરમ્યાન ફાસ્ટ ટ્રૅક પર સવારે ૧૦.૪૦ વાગ્યાથી બપોરે ૦૩.૧૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન ફસ્ટ ટ્રેનો સ્લો ટ્રૅક પર દોડાવવામાં આવશે. હાર્બર લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ચૂનાભઠ્ઠી/બાંદરા સ્ટેશન વચ્ચે બન્ને તરફ સવારના ૧૦.૧૦ વાગ્યાથી સાંજે ૦૪.૧૦ વાગ્યા સુધી બ્લૉક રહેશે. પ્રવાસીઓની સુવિધા માટે કુર્લા અને પનવેલ વચ્ચે દર ૨૦ મિનિટે એક ટ્રેન દોડાવવામાં આવશે.
ભિવંડીના ઑર્કેસ્ટ્રા બારમાં પોલીસની રેઇડમાં ૪૧ જણ વિરુદ્ધ ગુનો નોંધાયો
ADVERTISEMENT
ભિવંડીના એક ઑર્કેસ્ટ્રા બારમાં અશ્ળીલ પ્રવૃત્તિઓ થતી હોવાની જાણ થતાં જ થાણે પોલીસે એના પર રેઇડ પાડીને સ્ટાફ ઉપરાંત કસ્ટમર સહિત કુલ ૪૧ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. માઉલી નામના બારમાં અશ્ળીલ ચેનચાળા થતા હોવા ઉપરાંત પરવાનગી આપવામાં આવેલી સમયમર્યાદા કરતાં વધુ વખત સુધી બાર ચાલુ હોવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું થાણે પોલીસના અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ બારમાં કામ કરતી ૨૪ મહિલાઓને દારૂ પીરસવાનું તેમ જ અશ્ળીલ ચેડાંઓ કરવાનું કહેવામાં આવતું હતું. મધરાત બાદ બે વાગ્યે પાડવામાં આવેલી રેઇડમાં પોલીસે બારના મૅનેજર, કૅશિયર, પાંચ વેઇટર તથા કસ્ટમરો સહિત કુલ ૪૧ જણ વિરદ્ધ ગુનો નોંધ્યો હતો.
૨૪ નવેમ્બરથી કાલિના કૅમ્પસમાં ૬ દિવસનો મુંબઈ બુક ફેસ્ટિવલ : ૪૦૦ પબ્લિશર્સના ૬૦૦ સ્ટૉલ્સમાં વિવિધ વિષયોનાં પુસ્તકોનું પ્રદર્શન અને વેચાણ થશે
નૅશનલ બુક ટ્રસ્ટ (NBT) અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૨૪થી ૨૯ નવેમ્બર દરમ્યાન મુંબઈ બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંતાક્રુઝસ્થિત યુનિવર્સિટી ઑફ મુંબઈના કાલિના કૅમ્પસ ખાતે યોજાનારા આ ૬ દિવસીય પુસ્તકમેળાનું ઉદ્ઘાટન ૨૪ નવેમ્બરે સાંજે ૪ વાગ્યે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરશે. આ ફેસ્ટિવલમાં નવી મુંબઈ અને થાણે સહિત સમગ્ર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માંથી મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ ઊમટી પડે એવી અપેક્ષા છે. આ ઇવેન્ટમાં અંદાજે ૪૦૦ પબ્લિશર્સના ૬૦૦ જેટલા સ્ટૉલ્સ હશે જ્યાં વિવિધ વિષયોનાં પુસ્તકોનો વિશાળ સંગ્રહ જોવા મળશે. આ ફેસ્ટિવલમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે અને એ દરરોજ સવારે ૧૧થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
૪ મહિનાની આત્મસાધનાની પૂર્ણાહુતિએ પરમ ગુરુદેવ પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિરૂપે ઋણ સ્વીકાર અવસરનું આજે આયોજન : ઐતિહાસિક આત્મા આરાધ્ય ચાતુર્માસ દરમ્યાન પ્રાપ્ત થયેલી અવિરત પ્રેરણા અને અનંત ઉપકારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો વિશેષ અવસર
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે મુંબઈમાં આયોજિત ઐતિહાસિક ‘આત્મા આરાધ્ય ચાતુર્માસ’ દરમ્યાન ૪ મહિના સુધી હજારો ભાવિકોને આધ્યાત્મિક જ્ઞાન, આત્મજાગૃતિ અને જીવનને નવી દિશા આપતી પ્રેરણાઓ પ્રાપ્ત થઈ હતી. આ ૪ મહિનાની સાધના અને આરાધનાની પૂર્ણાહુતિએ પરમ ગુરુદેવ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આજે સવારે ૯ વાગ્યે આરાધ્ય સાધના હૉલ, ભાનુશાલી બૅન્ક્વેટ્સ, ઘાટકોપર (ઈસ્ટ), મુંબઈ ખાતે વિશેષ ‘ઋણ સ્વીકાર અવસર’નું આયોજન કરવામાં આવ્યું છે. ચાતુર્માસ દરમ્યાન પરમ ગુરુદેવની દૈનિક અમૃતમય પ્રવચનધારા દ્વારા અનેકાનેક ભાવિકોને જીવનપરિવર્તનકારી બોધ પ્રાપ્ત થયો હતો એટલું જ નહીં, સવારથી સાંજ સુધી દર્શનાર્થે આવતા પ્રત્યેક ભાવિકને તેમની વ્યક્તિગત પરિસ્થિતિ અનુસાર પરમ ગુરુદેવે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે સ્માઇલ શિબિર, ઍન્ગર મૅનેજમેન્ટ શિબિર, ઑરા અપગ્રેડેશન સહિત વિવિધ વયજૂથો અને વર્ગો માટે આયોજિત અનેકવિધ વિશેષ શિબિરો દ્વારા જીવનઘડતર, વ્યક્તિત્વ-વિકાસ અને આત્મજાગૃતિની પ્રેરણા પ્રસરાવી હતી. ‘૪ મહિનાની પ્રેરણા, જીવનભરનું ઋણ’ના ભાવ સાથે આયોજિત આ વિશેષ અવસરે ભાવિકો પરમ ગુરુદેવના અનંત ઉપકારો પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા અને અહોભાવ વ્યક્ત કરશે. આ અવસર માત્ર ચાતુર્માસની પૂર્ણાહુતિનો નહીં પણ પરમ ગુરુદેવ પાસેથી પ્રાપ્ત થયેલી અમૂલ્ય પ્રેરણાઓ, બોધ અને સંસ્કારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કરવાનો પણ અવસર બની રહેશે.
