બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ જણાવ્યું હતું કે બાંદરા (પૂર્વ) સહિત બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વોર્ડમાં પાણી પુરવઠા ચેનલના સમારકામના કામને કારણે 4-8 જૂનની વચ્ચે ઓછા દબાણ સાથે પાણી પુરવઠો મળશે
પ્રતીકાત્મક તસવીર
BMCએ બુધવાર, 31 મેના રોજ ઉપનગરના કેટલાક ભાગોમાં ચારથી પાંચ દિવસ માટે ઓછા દબાણથી પાણી પુરવઠાની જાહેરાત કરી હતી. એક સત્તાવાર નિવેદનમાં, બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ જણાવ્યું હતું કે બાંદરા (પૂર્વ) સહિત બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) વોર્ડમાં પાણી પુરવઠા ચેનલના સમારકામના કામને કારણે 4-8 જૂનની વચ્ચે ઓછા દબાણ સાથે પાણી પુરવઠો મળશે.
આ સમયગાળા દરમિયાન (4 જૂનથી 8 જૂન) લીકેજ શોધવાની કામગીરી કરવામાં આવશે અને રિપેરિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ સાથે સાંતાક્રુઝ વિસ્તારમાં બે મોટા નિરીક્ષણ કાર્યો પણ કરવામાં આવશે. તેથી, સમગ્ર H/East વોર્ડમાં પાણીનું દબાણ ઓછું રહેશે, નિવેદનમાં જણાવાયું છે.
ADVERTISEMENT
મહાનગર પાલિકાના હાઇડ્રોલિક્સ વિભાગ વૈતરણા તળાવમાંથી પશ્ચિમી ઉપનગરોના ભાગોમાં પાણીનો પુરવઠો પૂરો પાડતા જળાશયોમાંના એકમાં લીકેજનું સમારકામ હાથ ધરશે, જે સાત તળાવોમાંથી એક છે જે શહેર અને તેના ઉપનગરોને પાણી પૂરું પાડે છે. H/E વોર્ડમાં બાંદ્રા, ખાર, સાંતાક્રુઝનો પૂર્વ ભાગ, CST રોડનો ભાગ, વિલે પાર્લે, માહિમ અને ધારાવીનો સમાવેશ થાય છે.
બીજી તરફ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં, મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા મુંબ્રા, દિવા, કાલવા, માજીવાડા માનપાડા અને વાગલે સહિતના વિસ્તારોમાં વોર્ડ સમિતિઓને પાણી પૂરું પાડવામાં આવે છે.
મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના બારવી ડેમની વર્તમાન સંગ્રહ ક્ષમતા અને સિંચાઈ વિભાગ દ્વારા પાણી યોજના માટે આપવામાં આવેલી સૂચના અનુસાર શુક્રવાર, 2 જૂન બપોરે 12.00 વાગ્યાથી 3 જૂન બપોરે 12.00 વાગ્યા સુધી 24 કલાક પાણી પુરવઠો રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશને પાણી પુરવઠા યોજના હેઠળ નવનિર્મિત બારવી ગુરુત્વાકર્ષણ ચેનલોને ચાલુ કરવાનું તાત્કાલિક કામ કર્યું છે.
શટડાઉનના સમયગાળા દરમિયાન, થાણે મહાનગર પાલિકા (Thane Municipal Corporation), દિવા, મુંબ્રા (વોર્ડ નંબર 26 અને 31ના ભાગ સિવાય) અને કલવા વોર્ડ કમિટી, રૂપદેવી પાડા, કિસાન નગર નંબર 1 હેઠળના તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો મળશે નહીં.
આ પણ વાંચો: ટીએમસીએ રસ્તાના કામમાં ચૂક બદલ શો-કૉઝ નોટિસ ફટકારી
થાણે મહાનગર પાલિકા તેરફ્થી નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે પાણી પુરવઠો ફરી શરૂ થયા બાદ આગામી 1થી 2 દિવસ સુધી પાણી પુરવઠો ઓછા દબાણ હેઠળ રહેશે. થાણે થાણે મહાનગર પાલિકા દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ થાણે મહાનગર પાલિકાને પાણી કાપના સમયગાળા દરમિયાન પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરીને સહકાર આપે.