તેમને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
વિરાર પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારી સંદીપ શેરમાળેએ જંતુનાશક દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સંદીપ શેરમાળે વિરાર પોલીસ-સ્ટેશનમાં કામ કરે છે. શનિવારે તેમની ડ્યુટી સ્ટેશન-ઇન્ચાર્જ તરીકે કરવામાં આવી હતી. એ વખતે ઘરમાં ચોરી કરવા આરોપસર ગુનામાં તાબામાં કરાયેલા બે આરોપીઓ પોલીસ-સ્ટેશનમાંથી ભાગી ગયા હતા એટલે સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિજય પવાર સંદીપ શેરમાળે પર ગુસ્સે થયા હતા. સંદીપ શેરમાળે ઉપરી અધિકારી દ્વારા થયેલું આ અપમાન સહન ન કરી શકતાં તેમણે જંતુનાશક દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.


