તે શા કારણે મૃત્યુ પામ્યો એ જાણવા તેનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું
પ્રતીકાત્મક તસવીર
વિલે પાર્લે પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા અને ડોમ્બિવલીમાં રહેતા ૩૮ વર્ષના કૉન્સ્ટેબલ વિલાસ યાદવને હાલ દાદરની એક સ્કૂલમાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) રાખેલા સ્ટ્રૉન્ગ-રૂમની સુરક્ષાની ફરજ આપવામાં આવી હતી. બુધવારે સવારે ૭.૪૦ વાગ્યે તે પોતાની ફરજ પર સ્કૂલ પહોંચી ગયો હતો. જોકે તેને અસ્વસ્થતા લાગતાં તેને તરત જ નજીકની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. તે શા કારણે મૃત્યુ પામ્યો એ જાણવા તેનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.