US women Chained to tree: વહેલી સવારે વિસ્તારના એક ભરવાડની નજર આ મહિલા પર પર પડી, ત્યારબાદ મહિલાને સાવંતવાડીના કોટેજ હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)
ગઇકાલે મુંબઈ નજીક આવેલા સાવંતવાડી (US women Chained to tree) તહસીલના રોનાપાલ-સોનુરલીના જંગલમાં એક વિદેશી મહિલા સાંકળ વડે ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી. આ મહિલા મળી ત્યારે તેની તબિયત ખૂબ જ કફોડી ગઈ હતી. એવું લાગતું હતું કે તેણે છેલ્લા અનેક દિવસોથી કંઈ ખાધું નથી કે પીધું નથી. વહેલી સવારે વિસ્તારના એક ભરવાડની નજર આ મહિલા પર પર પડી, ત્યારબાદ મહિલાને સાવંતવાડીના કોટેજ હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. મોડી સાંજે તેને વધુ સારવાર માટે ઓરોસ ગ્રામ્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સાવંતવાડી તાલુકાના (US women Chained to tree) રોણાપાલના જંગલમાં વહેલી સવારે એક ભરવાડ ઢોર લઈને જઈ રહ્યો હતો ત્યારે તેણે એક સ્ત્રીનો રડવાનો અવાજ સાંભળ્યો. આટલી સવારે જંગલમાં કોણ રડી રહ્યું છે તે જાણવા માટે તેણે જંગલની થોડા અંદર ગયો ત્યારે તેણે એક મહિલા સાંકળથી બંધાયેલી જોવા મળી હતી. આ ઘટનાથી ગભરાઈને તેણે તરત આ વાતની ગામલોકોને જાણ કરી અને ત્યારબાદ પોલસે જંગલમાં પહોંચીને મહિલાને છોડાવી તેને હૉસ્પિટલમાં દાખલ કરી આ મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આ બાબતે વધુ માહિતી મળતા પીડિત મહિલાની ઓળખ (US women Chained to tree) લલિતા કાયી કુમાર એસ તરીકે થઈ છે. તે તમિલનાડુની રહેવાસી છે, પરંતુ મૂળભૂત રીતે તે અમેરિકન નાગરિક છે. તેનો જમણો પગ ઝાડના થડ સાથે સાંકળ વડે બાંધેલો હતો. ભારે વરસાદ અને કેટલાય દિવસોની ભૂખને કારણે મહિલા બોલી શકવાની સ્થિતિમાં નહોતી. સાવંતવાડી પોલીસે તેને ચેઇનમાંથી છોડાવીને સાવંતવાડી ઉપજિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરી હત અને તે પછી સામાજિક પ્રતિબદ્ધતા સભ્યો રૂપા મુદ્રાલે, હેલન નિબરે અને સમીરા ખલીલે મહિલાને સ્નાન કરાવ્યું અને તેને સાફ કરી જેથી હવે તે સારવારથી સાજી થયા બાદ આ મામલે વધુ માહિતી આપી શકશે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન તેને વધુ સારવાર માટે ઓરોસ જિલ્લા હૉસ્પિટલમાં (US women Chained to tree) મોકલવામાં આવી હતી. સાવંતવાડી પોલીસ ઈન્સ્પેક્ટર અમોલ ચવ્હાણે જણાવ્યું હતું કે બાંદા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કારણ કે આ મામલો બાંદા સરહદી વિસ્તારનો છે. બાંદા પોલીસ ઈન્સ્પેક્ટરે કહ્યું કે તેઓ વધુ તપાસ માટે જંગલમાં ગયા હતા. જો કે આ મહિલા વિદેશી નાગરિક હોવાથી પોલીસે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. જે માહિતી સામે આવી છે તે મુજબ મહિલાના પતિએ અંગત વિવાદના કારણે તેને આ ઝાડ સાથે બાંધીને આવું ક્રૂર કૃત્ય કર્યું હતું, પરંતુ હજી સુધી કોઈ ફરિયાદ કે કોઈની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો નથી. પોલીસ દ્વારા આ કેસની ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

