Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડમાં ટ્રાવેલ-કંપનીની અને BESTની બસ અથડાઈ

મુલુંડમાં ટ્રાવેલ-કંપનીની અને BESTની બસ અથડાઈ

Published : 21 September, 2026 07:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BESTની બસમાં આગ લાગી, ડ્રાઇવરને ઈજા થઈ: આ ઘટનાને કારણે થોડો વખત રસ્તા પર ટ્રાફિક જૅમની સમસ્યા રહી હતી.

સામસામે અથડાયા પછી લાગેલી આગમાં ટ્રાવેલ્સની અને બસની થયેલી હાલત.

સામસામે અથડાયા પછી લાગેલી આગમાં ટ્રાવેલ્સની અને બસની થયેલી હાલત.


બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની સીપ્ઝથી તીન હાથનાકા જઈ રહેલી બસ અને ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત થયો હતો. મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાથી અહીં વન-વે ટ્રાફિક રાખવામાં આવ્યો હતો અને એ દરમ્યાન સામેની બાજુએથી આવતી ટ્રાવેલ્સની બસ BESTની બસ સાથે અથડાઈ હતી. આ ઘટનાને કારણે BESTની બસના બોનેટ કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આગ લાગી હોવાનું જણાતાં જ બસમાં પ્રવાસ કરી રહેલા પૅસેન્જરોએ ફાયર-બ્રિગેડને તાત્કાલિક જાણ કરી હતી. જોકે એ પહેલાં જ કન્ડક્ટરે ફાયર-એક્સ્ટિન્ગ્વિશરનો ઉપયોગ કરીને આગ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો. બસની ટક્કર જોરદાર હોવાથી ૪૦ વર્ષના ડ્રાઇવર સંદીપ કરાંડેને પેટના નીચેના ભાગમાં સ્ટીઅરિંગ વ્હીલનો જોરદાર માર લાગ્યો હતો તથા પગમાં ઈજા થતાં લોહી પણ વહેવા માંડ્યું હતું. એને પગલે તેને નજીકની અગ્રવાલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બસને ટો કરીને મુલુંડ ડેપો લઈ જવામાં આવી હતી. આ ઘટનાને કારણે થોડો વખત રસ્તા પર ટ્રાફિક જૅમની સમસ્યા રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK