માછીમાર અને પોલીસની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક નાયર હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં સંતોષ વિશ્વેશ્વર અને કુણાલ કોકાટેને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા
પ્રતીકાત્મક તસવીર
હાજી અલી પર લોટસ જેટી પાસે અસ્થિવિસર્જન કરવા આવેલી બે વ્યક્તિઓ તણાઈ જતાં તેમનો જીવ ગયો હતો, જ્યારે એક વ્યક્તિને બચાવવામાં સફળતા મળી હતી જેની સારવાર ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે ‘શનિવારે સાંજે ૫.૪૦ વાગ્યે સંતોષ વિશ્વેશ્વર, કુણાલ કોકાટે અને સંજય સર્વણકર નામની ત્રણ વ્યક્તિઓ લોટસ જેટી નજીક અસ્થિવિસર્જન માટે આવી હતી. દરમ્યાન તેઓ દરિયામાં તણાઈ ગયા હતા. માછીમાર અને પોલીસની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક નાયર હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં સંતોષ વિશ્વેશ્વર અને કુણાલ કોકાટેને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. સંજય સર્વણકરની સારવાર કર્યા બાદ તેની તબિયત સુધારા પર હોવાનું ડૉક્ટરે ઉમેર્યું હતું.

