Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એકના ડબલ કરવાની લાલચ બહુ ભારે પડી

એકના ડબલ કરવાની લાલચ બહુ ભારે પડી

08 December, 2022 09:55 AM IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

દીનાર કરન્સી એક્સચેન્જ કરીને ૧૫ લાખના ૩૦ લાખ રૂપિયા લેવા જતાં ગ્રાન્ટ રોડના વેપારી સાથે થઈ છેતરપિંડી 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : ગ્રાન્ટ રોડમાં રહેતા ઇલેક્ટ્રૉનિક આઇટમોના એક વેપારીને એક યુવકે કુવૈતની દીનાર કરન્સી એક્સચેન્જ કરીને એમાં મળતા મોટા પ્રૉફિટની લાલચ આપી હતી. એ પછી વેપારી પાસે દીનાર કરન્સીમાં પ્રૉફિટના નામે ૧૫ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને એને બદલે ૩૦ લાખ રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. આરોપીને પૈસા આપવા માટે વેપારીએ પોતાની એફડી તોડાવી હતી અને બહેનના દાગીના વેચ્યા હતા. એ પછી કેટલાક સમય સુધી આપેલા પૈસા પાછા ન મળતાં પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાતાં તેણે ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ગ્રાન્ટ રોડ-ઈસ્ટમાં પન્નાલાલ સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષના અનિલ નિર્મલે કરેલી ફરિયાદ અનુસાર ઇલેક્ટ્રૉનિક આઇટમોના કામ દરમિયાન સિકંદર ખાન નામના યુવક સાથે તેની ઓળખાણ થઈ હતી. સિકંદરે મે મહિનામાં ફોન કરીને દીનાર કરન્સી એક્સચેન્જ કરી ૧૫ લાખ રૂપિયાના બદલામાં ૩૦ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. એ માટે અનિલ તૈયાર થયો હતો. સિકંદરને પૈસા આપવા માટે અનિલે પોતાની એફડી તોડાવી હતી અને પોતાની બહેનને પણ વાત કરતાં તેણે પૈસા ડબલ કરવા માટે પોતાના દાગીના વેચી દીધા હતા અને કુલ ૧૫ લાખ રૂપિયા સિકંદરને આપ્યા હતા. ત્યાર બાદ અનિલ પોતે આપેલી મૂળ રકમ અને પ્રૉફિટના પૈસા લેવા માટે સિકંદર પાસે ગયો ત્યારે તેણે કહ્યું કે તમે આપેલા પૈસાની સાથે મને પોલીસે પકડી લીધો હતો અને બધા પૈસા તેમણે જપ્ત કરી લીધા હતા. તેની વાતમાં કોઈ સચ્ચાઈ ન લાગતાં પોતાની સાથે થયેલી છેતરપિંડીની જાણ થતાં તેણે ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આરોપી હાલ ફરાર છે અને તેને શોધવાનું કામ ચાલી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2022 09:55 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK