Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઐતિહાસિક સેંગોલ બનાવનાર પ્રખ્યાત જ્વેલર વુમ્મિડી એથિરાજનું ૯૯ વર્ષની વયે ચેન્નઈમાં નિધન

ઐતિહાસિક સેંગોલ બનાવનાર પ્રખ્યાત જ્વેલર વુમ્મિડી એથિરાજનું ૯૯ વર્ષની વયે ચેન્નઈમાં નિધન

Published : 22 October, 2026 08:41 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી, દેશના વારસામાં તેમના મહત્ત્વના યોગદાનને યાદ કર્યું

૨૦૨૩ની ૨૮ મેએ નવી સંસદમાં વુમ્મિડી એથિરાજનું બહુમાન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

૨૦૨૩ની ૨૮ મેએ નવી સંસદમાં વુમ્મિડી એથિરાજનું બહુમાન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.


ભારતના પ્રખ્યાત જ્વેલર અને ઐતિહાસિક સેંગોલ બનાવનાર વુમ્મિડી એથિરાજનું બુધવારે ચેન્નઈમાં ૯૯ વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોકની લાગણી વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે તામિલનાડુના એક પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતા વુમ્મિડી એથિરાજને હંમેશાં ઐતિહાસિક સેંગોલ બનાવવાના મહત્ત્વના યોગદાન માટે યાદ કરવામાં આવશે. 

આ સેંગોલ એટલે કે રાજદંડ ભારતની આઝાદી વખતે ૧૯૪૭માં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને સોંપવામાં આવ્યો હતો. 



નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘વર્ષ ૨૦૨૩માં અમારી સરકારને નવા સંસદભવનમાં આ ઐતિહાસિક સેંગોલને ગૌરવપૂર્ણ સ્થાન આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ સમયે તેમને રૂબરૂ મળીને દેશ અને 
સંસ્કૃતિ માટે કરેલા મહત્ત્વના કાર્ય વિશે આભાર વ્યક્ત કરવાની અમૂલ્ય તક પણ મળી હતી.’


નોંધનીય છે કે વુમ્મિડી એથિરાજ પ્રખ્યાત ૧૨૫ વર્ષ જૂના વુમ્મિડી બંગારુ જ્વેલર્સના વડા હતા. અંગ્રેજો પાસેથી સત્તાના હસ્તાંતરણના પ્રતીક સમાન આ સેંગોલ તામિલનાડુના મઠના પૂજારીઓ દ્વારા જવાહરલાલ નેહરુને અપાયો હતો, જેને ૨૦૨૩ની ૨૮ મેએ નવી સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરીથી સત્તાવાર રીતે પૂરા માનસન્માન સાથે અત્યંત 
ગર્વથી કાયમી ધોરણે સ્થાપિત કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 08:41 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK