Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લૉરેન્સ બિશ્નોઈના ટાર્ગેટ પર હતા બૉલીવુડના સુપરસ્ટાર્સ

લૉરેન્સ બિશ્નોઈના ટાર્ગેટ પર હતા બૉલીવુડના સુપરસ્ટાર્સ

Published : 22 October, 2026 07:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિતાભ, સલમાન, આમિર, રણબીર, અક્ષયના ઘર પર થયો હતો રિક્ષાફેરો, ટાઇગર શ્રોફ પર હુમલો કરનારા આ‍ૅટોના ડ્રાઇવરને કહેતા કે અમને સેલિબ્રિટીઝનાં ઘર દેખાડો, અમારે એના ફોટો પાડવા છે

લૉરેન્સ બિશ્નોઈના ટાર્ગેટ પર હતા સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર

લૉરેન્સ બિશ્નોઈના ટાર્ગેટ પર હતા સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર


લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગ દ્વારા ટાઇગર શ્રોફ પર હુમલો કરનારા આરોપીઓએ ટાઇગર શ્રોફને ટાર્ગેટ બનાવ્યો એ પહેલાં બૉલીવુડની બીજી સેલિબ્રિટીઓનાં ઘરની પણ રેકી કરી હોવાનું મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને તપાસ દરમ્યાન જણાયું છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે ટાઇગર શ્રોફ ઉપરાંત સલમાન ખાન, આમિર ખાન, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારનાં ઘરની રેકી કરી હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેમના સુરક્ષા-બંદોબસ્તને કારણે તેમણે પ્લાન બદલ્યો હોવાનું ત્રણેય આરોપીઓએ કબૂલ્યું હતું. મોટા સ્ટારને ટાર્ગેટ કરીને બૉલીવુડને કબજે કરવા માટે સેલિબ્રિટીઓના મનમાં ખોફ બેસાડવાનો હોય એવું જણાય છે. 

પોલીસ જે પિસ્ટલથી હુમલો કરાયો એ ક્યાં સગેવગે કરવામાં આવી એની તપાસ પણ કરી રહી છે. હુમલામાં એક દેશી પિસ્ટલ અને એક ફૉરેન મેડ પિસ્ટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



રિક્ષાવાળાએ જ ટાઇગર શ્રોફનું શેડ્યુલ કહ્યું


એક રિક્ષાવાળાએ જ આરોપીને ટાઇગર શ્રોફના ફુટબૉલ શેડ્યુલ વિશે જણાવ્યું હતું. રિક્ષાવાળાએ આરોપીને કહ્યું હતું કે જૅકી શ્રોફનો દીકરો ટાઇગર શ્રોફ દર રવિવારે જુહુના એક ગ્રાઉન્ડમાં ફુટબૉલ રમવા માટે આવે છે. આ માહિતી મળ્યા બાદ આરોપીઓએ ૧૧ ઑક્ટોબરે જમનાબાઈ નરસી ગ્રાઉન્ડની રેકી કરી હતી.

મળેલી માહિતી મુજબ આરોપીઓને એવી સેલિબ્રિટીઓને નિશાન બનાવવાનું કહેવામાં આવ્યું હતું જેમની સિક્યૉરિટી ઓછી હોય અને જેમના પર સહેલાઈથી હુમલો કરી શકાય. એક આરોપી રિક્ષામાં બેસીને વિવિધ સેલિબ્રિટીઓનાં ઘર જોઈ આવ્યો હોવાનું પણ પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું. આરોપી સ્થાનિક રિક્ષાવાળાઓને સેલિબ્રિટીઓનાં ઘર દેખાડવાનું કહેતો. સેલિબ્રિટીઓનાં ઘરના ફોટો પાડવા માગતો હોવાનું કહીને તે રિક્ષાવાળાઓને સેલિબ્રિટીઓનાં ઘર દેખાડવાનું કહેતો હોવાનું ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને આરોપીએ જણાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK