Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગર શ્રોફ પર હુમલો કરનારા ત્રણેયને ૩૧ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડી

ટાઇગર શ્રોફ પર હુમલો કરનારા ત્રણેયને ૩૧ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડી

Published : 22 October, 2026 08:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં જાહ્‌નવી કપૂર અને લક્ષ્ય પણ મુખ્ય ભૂમિકામાં છે. આ એક રોમૅન્ટિક ઍક્શન-થ્રિલર ફિલ્મ છે અને એને આવતા વર્ષે ૧૪ મેએ રિલીઝ કરવામાં આવશે.

ટાઇગર શ્રોફ પર હુમલો કરનારા ત્રણેય આરોપીઓ પોલીસ-કસ્ટડીમાં.

ટાઇગર શ્રોફ પર હુમલો કરનારા ત્રણેય આરોપીઓ પોલીસ-કસ્ટડીમાં.


ટાઇગર શ્રોફ પર હુમલો કરનારા ત્રણેય આરોપીઓને મુંબઈની કોર્ટે ૩૧ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડી ફટકારી છે. કોટામાં થયેલા ડ્રામા બાદ મુંબઈ પોલીસ આરોપીઓને બુધવારે મુંબઈ લઈ આવી હતી. ત્યાર પછી નિયમ મુજબ તેમને ફરજિયાત મેડિકલ ટેસ્ટ માટે ગોકુલદાસ તેજપાલ (GT) હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ ટેસ્ટ પછી તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઍન્ટિ-એક્સ્ટોર્શન સેલ (AEC)ના હવાલે કરી દેવામાં આવ્યા હતા જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેમને એસ્પ્લેનેડ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. હરિયાણાના સોનીપતના રેહાન રહીસુદ્દીન ઉર્ફે સુક્કા, મૂળ બિહારના બેગુસરાયના અને હાલ મુંબઈમાં રૅપિડો-ડ્રાઇવર તરીકે કામ કરનારા ઋતિક ઉર્ફે રોશન અને હરિયાણાના ફૂલ સિંહને ૩૧ ઑક્ટોબર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવશે. પોલીસે કોર્ટને જણાવ્યું કે હરિયાણા અને દિલ્હીમાંથી વધુ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. તમામ આરોપીઓ કથિત રીતે લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલા છે. પોલીસે કોર્ટને એ પણ જાણ કરી કે ગોળીબારમાં વપરાયેલાં હથિયારો હજી મળી આવ્યાં નથી. પોલીસે કહ્યું કે આરોપીઓએ ગુનામાં વાપરેલા મોબાઇલ ફોન નષ્ટ કરી દીધા છે. કસ્ટડીમાં આરોપીઓની સઘન પૂછપરછ અને ઊલટતપાસ કરાશે તથા હથિયારો બાબતે અને કેસમાં ધરપકડ કરવામાં આવેલા બીજા આરોપીઓ સાથેની સાઠગાંઠ વિશે પણ પૂછપરછ કરાશે.

ફાયરિં‍‍‍‍‍‍‍‍‍‍ગ‍ની ઘટનાના બે દિવસ બાદ જ શૂટિંગ માટે સેટ પર હાજર થઈ ગયો ટાઇગર શ્રોફ



ટાઇગર શ્રોફ પર રવિવારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ટાઇગરને સામાન્ય ઈજાઓ થઈ હતી, જ્યારે તેના ડ્રાઇવરને ગોળી વાગી હતી. આ મામલાની પોલીસ-તપાસ ચાલુ છે ત્યારે ફાયરિંગની ઘટના બાદ માત્ર બે દિવસમાં જ ટાઇગર મંગળવારે જ તેની ફિલ્મના શૂટિંગ-સેટ પર હાજર થઈ ગયો હોવાના રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે ટાઇગરે મંગળવારે ધર્મા પ્રોડક્શન્સની ફિલ્મ ‘લગ જા ગલે’નું શૂટિંગ ફરી શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં જાહ્‌નવી કપૂર અને લક્ષ્ય પણ મુખ્ય ભૂમિકામાં છે. આ એક રોમૅન્ટિક ઍક્શન-થ્રિલર ફિલ્મ છે અને એને આવતા વર્ષે ૧૪ મેએ રિલીઝ કરવામાં આવશે.


ટાઇગર શ્રોફ પર હુમલાના કેસમાં પકડાયેલા નવા ૭ આરોપીઓમાંથી બે યુવતી રાધા અને બબીતા ટ્રેનમાં પિસ્ટલ આપવા આવી હતી મુંબઈ

ટાઇગર શ્રોફ પર હુમલો કરવાના મામલામાં ૩ હુમલાખોરો બાદ હવે તેમને એક કે બીજી રીતે મદદ કરનારા બીજા ૭ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. એમાંથી બે યુવતી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ટાઇગર શ્રોફ પર હુમલાના મામલે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલ દ્વારા મંગળવારે હરિયાણાના સોનીપતમાંથી ૧૯ વર્ષના સુમિત અને ૨૧ વર્ષના કુણાલની ધરપકડ કરવામાં આવી હતી. હુમલાખોરોને હથિયાર પહોંચાડવામાં તેમનો હાથ હોવાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય બે આરોપી યુવતીઓ રાધા (૨૩ વર્ષ) અને બબીતા (૨૩ વર્ષ)ની ન્યુ દિલ્હી રેલવે-સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. બન્ને યુવતીઓની ધરપકડ મહારાષ્ટ્ર પોલીસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)એ કરી હતી અને તેમને વધુ તપાસ માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને મુંબઈ લાવવામાં આવ્યાં હતાં.


મંગળવારે ૪ આરોપીઓની ધરપકડ 

થઈ ત્યાર પછી વધુ ત્રણ જણની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ સાથે જ આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા ૧૦ થઈ ગઈ છે. 
સુમિત અને કુણાલે અમ્રિતસરથી હથિયાર ખરીદ્યાં હતાં, જ્યારે રાધા અને બબીતાએ ટ્રેન મારફત આ હથિયાર સીધા હુમલાખોરો સુધી પહોંચાડ્યાં હતાં. 

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK