રવિવારે સવારે એક ગામના ૬૪ વર્ષના મારોતી શેન્દે બ્રહ્મપુરી ફૉરેસ્ટ ડિવિઝનની તાલોધી ફૉરેસ્ટ રેન્જમાં તમાકુનાં પાન વીણતા હતા ત્યારે વાઘે તેમના પર હુમલો કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં તાજેતરમાં વાઘણે ત્રણ મહિલાઓ પર હુમલો કરીને મારી નાખી હતી. આ ઘટના હજી તાજી જ છે ત્યારે તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ (TATR)ના બફર ઝોનમાં વાઘે વધુ બે વ્યક્તિ પર હુમલો કરીને તેમનો જીવ લીધો હોવાની ઘટના બની છે. અઠવાડિયામાં વાઘે હુમલો કરીને આઠ લોકોને ફાડી ખાતાં આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે.
સામાન્ય રીતે નજીકના ગામના લોકો ચંદ્રપુરના જંગલમાં તમાકુનાં પાન વીણવા આવે છે. રવિવારે સવારે એક ગામના ૬૪ વર્ષના મારોતી શેન્દે બ્રહ્મપુરી ફૉરેસ્ટ ડિવિઝનની તાલોધી ફૉરેસ્ટ રેન્જમાં તમાકુનાં પાન વીણતા હતા ત્યારે વાઘે તેમના પર હુમલો કર્યો હતો. ફૉરેસ્ટ વિભાગ દ્વારા તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આવી બીજી ઘટનામાં શનિવારથી ગુમ થયેલી ઋષિ પેંડોર નામની વ્યક્તિનો મૃતદેહ મૂલ રેન્જમાંથી મળી આવ્યો હતો. વાઘના હુમલાને કારણે આ વ્યક્તિનો જીવ ગયો હોવાનું TATRના અધિકારીએ જણાવ્યું હતું.
એક અઠવાડિયામાં આઠ લોકોને ફાડી ખાતાં આખા વિસ્તારમાં દહેશત


