સ્પીડમાં આવતા કારચાલકે અડફેટે લેતાં એકાએક લાગેલી ટક્કરમાં તેઓ જમીન પર પછડાયાં, જેમાં કોકિલાબહેન મંગેને સ્પાઇનમાં ફ્રૅક્ચર થયું
હૉસ્પિટલાઈઝ્ડ મહિલાની પ્રતીકાત્મક તસવીર
મુલુંડમાં રહેતાં ૪૭ વર્ષનાં કચ્છી મહિલા પુત્રી સાથે એલબીએસ રોડ પર આવેલા બાલરાજેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા સ્કૂટર પર નીકળ્યાં હતાં. દરમિયાન મંદિર નજીક પહોંચતાં મહાવીર અપાર્ટમેન્ટની બહાર સ્કૂટર પાર્ક કરતાં હતાં ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા એક બાઇકચાલકે તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. એકાએક લાગેલી ટક્કરમાં મહિલા જમીન પર પછડાયાં હતાં, જેમાં તેમને સ્પાઇનમાં ફ્રૅક્ચર થયું હતું. અંતે આ ઘટનાની ફરિયાદ મુલુંડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.