Thane Fire: થાણેના મુંબ્રાના શિવાજી નગર વિસ્તારમાં આવેલી અમન હાઇટ્સ ઇમારતના ઇલેક્ટ્રિક મીટર રૂમમાં મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે આગ ફાટી નીકળી હતી
આગની પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- બિલ્ડિંગના કુલ 350 જેટલા રહેવાસીઓને સાવધાની સાથે સુરક્ષિત રીતે બહાર કઢાયા
- કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નહોતી
- ગઇકાલથી જ વીજ પુરવઠાને સુવ્યવસ્થિત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે
અવારનવાર થાણેમાંથી આગ (Thane Fire) લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પ્રાપ્ત માહિતી અનુસાર થાણેના મુંબ્રાના શિવાજી નગર વિસ્તારમાં આવેલી અમન હાઇટ્સ ઇમારતના ઇલેક્ટ્રિક મીટર રૂમમાં મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે આગ ફાટી નીકળી હતી. મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા આ આગમાં કુલ 109 જેટલા વીજ મીટર બળીને ખાખ થઈ ગયા હતા. રાત્રે સુમારે 2.30 કલાકે મહામહેનતે આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે, આ આગ કયા કારણોસર લાગી તે બાબતે હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી.
ત્રણસોથી વધારે રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગુરુવારે અચાનક મોડી રાત્રે એક પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ (Thane Fire) ફાટી નીકળતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ બાબતે એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી તેમ જ બિલ્ડિંગના કુલ 350 જેટલા રહેવાસીઓને સાવધાની સાથે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જેથી કોઈ જાનહાનિ થઈ નથી.
કેટલું નુકસાન થયું આ આગને કારણે?
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબ્રાના શિવાજી નગર વિસ્તારમાં આવેલી અમન હાઇટ્સના ઇલેક્ટ્રિક મીટર રૂમમાં લાગેલી આગ (Thane Fire)ને કારણે ભલે કોઈ જાણહાનિ થઈ નહોતી કે કોઈપણ વ્યક્તિને ઈજા થઈ નહોતી પરંતુ ઇલેક્ટ્રિક મીટર્સને પ્રચંડ નુકસાન થયું હતું. એમ આ બાબતે વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ આ ઘટનાને મામલે જણાવ્યું હતું કે, "આગ મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. આ આગને કારણે કુલ 109 જેટલા વીજ મીટર નાશ પામ્યા હતા. જો કે, મોડી રાત્રે જ 2.30 વાગ્યે તેને કાબૂમાં લેવામાં આવી હતી."
કેટલા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો?
અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે લગભગ બે કલાક સુધી આગ પર કાબૂ (Thane Fire) મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રહેવાસીઓ તેમના ફ્લેટમાં પાછા ફર્યા હતા. આગની જાણ થતાં જ સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ગઇકાલથી જ ફરી તેને સુવ્યવસ્થિત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે આજે દિવસ દરમિયાન વીજ પુરવઠો પુનઃસ્થાપિત થવાની સંભાવના છે, અધિકારીએ ઉમેર્યું હતું કે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સ્થાપિત થયું નથી.
આ આગની ઘટના વિષે વધુ માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે લગભગ બે કલાક પછી આગ (Thane Fire) પર કાબૂ મેળવી લેવામાં આવતા જ રહેવાસીઓને તેમના ફ્લેટમાં પાછા મોકલવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું જણવા મળ્યું છે કે આગ વિદ્યુત ઉપકરણોને કારણે ફેલાઈ હતી. આખી બિલ્ડિંગમાં કાળો ધુમાડો ફેલાઈ જતાં રહેવાસીઓ ગભરાઈ ગયા હતા.


