ડ્રાઇવર મોહમ્મદ સલમાનીની ધરપકડ કરીને આ રૅકેટમાં સંડોવાયેલા વધુ સાગરીતોની માહિતી મેળવવા માટે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે થાણેમાંથી ૧.૩૪ કરોડ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો
એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે થાણેમાંથી ૧.૩૪ કરોડ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે એક્સાઇઝ વિભાગની ફ્લાઇંગ સ્ક્વૉડ દ્વારા ખારીગાંવ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક ટેમ્પોને આંતરવામાં આવ્યો હતો. એમાંથી ગોવામાં બનેલી વિવિધ બ્રૅન્ડના લિકરની ૧૪૦૦ બૉટલ મળી આવી હતી. ગોવામાં બનેલો ભારતીય બનાવટની ફૉરેન બ્રૅન્ડનો લિકર મહારાષ્ટ્રમાં વેચવા પર પ્રતિબંધ છે. તેથી આ લિકરનો જથ્થો અને એનું ટ્રાન્સપોર્ટેશન કરતા ટેમ્પોને જપ્ત કરવામાં આવ્યા હતા. ડ્રાઇવર મોહમ્મદ સલમાનીની ધરપકડ કરીને આ રૅકેટમાં સંડોવાયેલા વધુ સાગરીતોની માહિતી મેળવવા માટે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.


