Thane Crime: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અનિલ ગાયકવાડના પુત્ર અશ્વજીત ગાયકવાડે તેની ગર્લફ્રેન્ડને માર માર્યો હતો. તેટલું જ નહીં આ સાથે તેને કાર સાથે ટક્કર પણ મારી હતી.
પીડિતાએ સોશિયલ મીડિયામાં શૅર કરેલ તસવીરો
Thane Crime: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર અનિલ ગાયકવાડના પુત્ર અશ્વજીત ગાયકવાડે તેની ગર્લફ્રેન્ડને માર માર્યો હતો. તેટલું જ નહીં આ સાથે તેને કાર સાથે ટક્કર (Ashwajit Gaikwad Runs Over Girlfriend With Car) પણ મારી હતી. કાર સાથે ટક્કર વાગતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.
પીડિત યુવતીએ સોશિયલ મીડિયા પર થાણે (Thane Crime)ના ઘોડબંદરના કાસરવડવલી વિસ્તારમાં બનેલી આ ઘટનાને રજૂ કરીને ન્યાયની માંગ કરી છે. યુવતીની ફરીયાદના આધારે કાસારવડવલી પોલીસે અશ્વજીત અને ત્રણ વ્યક્તિઓ સામે ગુનો (Thane Crime) નોંધ્યો છે.
ADVERTISEMENT
આખરે મામલો શું છે?
26 વર્ષની પીડિતા ઘોડબંદરના વાઘબીલ વિસ્તારમાં રહે છે. મળતી માહિતી અનુસાર તે નવી મુંબઈ વિસ્તારમાં સલૂનનો બિઝનેસ ચલાવે છે. પીડિતાએ દાવો કર્યો છે કે તેનું અશ્વજીત ગાયકવાડ સાથે છેલ્લા સાડા ચાર વર્ષથી અફેર છે. 11 ડિસેમ્બરે સવારે 4.30 વાગ્યે અશ્વજીતે ઘોડબંદરની એક હોટલ પાસે તેની ગર્લફ્રેન્ડને મળવા બોલાવ્યો હતો.
પરંતુ જ્યારે તે ત્યાં પહોંચી ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ યુવકે તેની સાથે મારપીટ કરી હતી. તેના ડાબા હાથ પર પણ કરડવામાં આવ્યો હતો. તેના મિત્ર રોમિલ પાટીલે પણ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ પછી અશ્વજીતની કારમાં રાખેલી બેગ અને મોબાઈલ ફોન લઈ જતાં કાર ચાલક સાગર શેલ્કે કારને ટક્કર (Ashwajit Gaikwad Runs Over Girlfriend With Car) મારી હતી.
View this post on Instagram
જેને કારણે યુવતીના જમણા પગના ઘૂંટણની નીચેનું હાડકું તૂટી ગયું છે. તેમજ પીડિત યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના શરીર પર ઈજાના નિશાન છે. સોશિયલ મીડિયા પર પણ પીડિત યુવતીએ પોતાની આપવીતી વર્ણવી હતી. તેનો જમણો પગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોય હવે સર્જરીની જરૂર છે. આખા શરીરમાં ઘા છે, હાથ, પીઠ અને પેટ પર ઊંડા ઘા છે.
રેન્જ રોવર ડિફેન્ડર દ્વારા હુમલો અને પછી કચડી નાખી
પીડિતા પ્રિયા સિંહ ઘોડબંદરમાં રહે છે. પ્રિયા ઉચ્ચ શિક્ષિત છે અને તેના પરિવારની એકમાત્ર કમાણી કરનાર સભ્ય છે. પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે થાણે (Thane Crime)ના ઘોડબંદર રોડ પર સ્થિત ઓવાલા કોમ્પ્લેક્સમાં અશ્વજીત ગાયકવાડે પ્રિયાને પહેલા માર માર્યો હતો અને તેના હાથ પર કરડયો હતો. ત્યારબાદ સવારે 4:30 વાગ્યાની આસપાસ તેણે પ્રિયાને તેની રેન્જ રોવર ડિફેન્ડર કારથી કચડી નાખી (Ashwajit Gaikwad Runs Over Girlfriend With Car) અને તેને ઇજા પહોંચાડી.
કેમ હજી સુધી કોઇની ધરપકડ થઈ નથી?
તમને જણાવી દઈએ કે અશ્વજીત ગાયકવાડ MSRDCના ડિરેક્ટર અનિલ ગાયકવાડના પુત્ર છે અને MSRDC મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પાસે છે. કહેવામાં આવી રહ્યું છે કે અનિલ ગાયકવાડના ઉચ્ચ રાજકીય કનેક્શનને કારણે પોલીસ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી રહી નથી. આરોપ છે કે અત્યાર સુધી પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ પણ કરી નથી.


