Virar-Alibaug Corridor: જ્યારે આ કોરિડોરનું કામ પૂર્ણ થઈ જશે તો વિરાર-અલીબાગની મુસાફરી પાંચ કલાકને બદલે માત્ર દોઢ કે બે કલાકમાં જ પૂરી કરી શકાશે.
ટ્રાન્સપોર્ટ કોરિડોરની પ્રતીકાત્મક તસવીર
વિરાર-અલીબાગ કોરિડોર (Virar-Alibaug Corridor)નું કાર્ય જે છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર કાગળ પર જ સીમિત રહ્યું હતું તે નવા વર્ષમાં એટલે કે 2024માં હવે શરૂ થવા જઈ રહ્યું છે. આપને જાણીને આનંદ થશે કે જ્યારે આ કોરિડોરનું કામ પૂર્ણ થઈ જશે તો વિરાર-અલીબાગની મુસાફરી પાંચ કલાકને બદલે માત્ર દોઢ કે બે કલાકમાં જ પૂરી કરી શકાશે. પ્રાપ્ત માહિતી અનુસાર વિરાર-અલીબાગ મલ્ટી મોડલ કોરિડોરનું વાસ્તવિક કામ નવા વર્ષમાં શરૂ થવા જઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC)ના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર ડિસેમ્બરના અંત સુધીમાં જમીન સંપાદનનું 80 ટકા કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એવા પણ સમાચાર છે કે આ કોરિડોર (Virar-Alibaug Corridor)ના પ્રોજેક્ટ માટે જરૂરી જમીન આગામી વર્ષે માર્ચ-એપ્રિલ સુધીમાં કોર્પોરેશન પાસે ઉપલબ્ધ થઈ જશે.
ADVERTISEMENT
હાલમાં 128 કિલોમીટર લાંબા કોરિડોર માટે પાલઘર, થાણે, રાયગઢમાં જમીન સંપાદનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પાલઘરમાં લગભગ 93 ટકા જમીન સંપાદિત કરવામાં આવી ગઈ છે. જ્યારે રાયગઢ અને થાણેમાં જમીન સંપાદનનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ કોરિડોરનું કામ 2024 સુધીમાં શરૂ થઈ જવાનું છે.
સરકારે આ 126 કિલોમીટર લાંબા કોરિડોર (Virar-Alibaug Corridor) માટે 11 વર્ષ પહેલા પ્રસ્તાવ તૈયાર કરી લીધો હતો, પરંતુ કેટલાક કારણોસર આ કામ અટકી ગયું હતું. જોકે કોરિડોરનું કામ નવા વર્ષમાં શરૂ થશે. સરકારે એ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કેટલા તબક્કામાં આ કામ થશે પૂર્ણ?
વિરાર-અલીબાગ કોરિડોર (Virar-Alibaug Corridor)નું કામ બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવનાર છે. જો પ્રથમ તબક્કાની વાત કરવામાં આવે તો 98 કિમીનું કામ કરવામાં આવશે અને બીજા તબક્કામાં 29 કિમીનું કામ હાથ ધરવામાં આવશે. જો આ કોરિડોર બનશે તો શહેરીજનોની મુસાફરી એકદમ આરામદાયક બની જશે.
મુસાફરીના સમયમાં કેટલો ફરક પડશે?
જો આ કોરિડોરનું બાંધકામ પૂર્ણ થઈ જશે તો વિરારથી અલીબાગની મુસાફરી માત્ર દોઢથી બે કલાકમાં પૂર્ણ કરી શકાશે. હાલમાં આ મુસાફરી માટે 4થી 5 કલાકનો સમય લાગે છે. આ લાંબા કોરિડોર માટે પ્રથમ ડીપીઆર 2016માં તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ હતી. તેટલું જ નહીં જો ડીપીઆરની વાત કરીએ તો એમઆ પણ ઘણા નાનામોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. જેને કારણે પ્રૉજેક્ટ વિલંબમાં મુકાયો છે.
આમ તો, અગાઉ આ પ્રોજેક્ટ (Virar-Alibaug Corridor) અગાઉ MMRDAને આપવામાં આવ્યો હતો તેમ જ તેને પૂર્ણ કરવાની જવાબદારી પણ MMRDAની હતી. જોકે, જમીન સંપાદનની કામગીરીમાં ઘણો સમય લાગતો હોવાથી આ જવાબદારી SSRDCને સોંપવામાં આવી છે.


