Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તમે બરાબર કામ નહીં કરો તો રોબો તમારી જગ્યા લઈ લેશે

તમે બરાબર કામ નહીં કરો તો રોબો તમારી જગ્યા લઈ લેશે

Published : 06 May, 2025 10:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંત્રાલયના કર્મચારીઓને કહ્યું…

મહારાષ્ટ્ર ટેક લર્નિંગ-વીક’નું આયોજન કરવામાં આવ્યું છે

મહારાષ્ટ્ર ટેક લર્નિંગ-વીક’નું આયોજન કરવામાં આવ્યું છે


મહારાષ્ટ્રના પ્રશાસકીય અધિકારી અને કર્મચારીઓમાં ​​સ્કિલ ડેવલપમેન્ટ અને પ્રશિક્ષણ સંસ્કૃતિ ઊભી કરવા માટે પાંચથી નવ મે દરમ્યાન ‘Tech વારી : મહારાષ્ટ્ર ટેક લર્નિંગ-વીક’નું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રાલયમાં ગઈ કાલે આ લર્નિંગ-વીકની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે તેમને રિબન કાપવા માટે રોબોએ કાતર લાવીને આપી હતી. અજિત પવાર કાતર લાવનારા રોબોને થોડી વાર જોતા જ રહ્યા હતા. બાદમાં અજિત પવારે ભાષણ કર્યું હતું ત્યારે કહ્યું હતું કે ‘કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા આવ્યો ત્યારે રોબો તરત જ કાતર લઈને હાજર થઈ ગયો. કાયમ કાતર શોધવી પડે છે, પણ આજે રોબોએ એકદમ ટાઇમસર મારી પાસે આવીને કાતર ધરી હતી. જુઓ રોબો કેટલું સરસ કામ કરે છે. તમે પણ બરાબર કામ કરો, નહીંતર તમારી બધાની જગ્યા પણ રોબો લઈ લેશે.’


ઉલ્લેખનીય છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), બ્લૉકચેઇન, સાઇબર સુરક્ષા, વર્કશૉપ અને વિચાર-મંથનની ટ્રેઇનિંગ આપવામાં આવશે. આધુનિક ટેક્નૉલૉજી અને નવા વિચારના સંગમ Tech વારીમાં હશે. Tech વારીની શરૂઆત મંત્રાલયથી કરીને બાદમાં તમામ જિલ્લામાં લાગુ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2025 10:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK