પાર્થ પવાર પછી હવે સુનીલ તટકરે મળ્યા દેવેન્દ્ર ફડણવીસને
સુનીલ તટકરે
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)માં અંદરોઅંદર મતભેદની ચર્ચા ચાલી રહી છે ત્યારે સોમવારે રાત્રે NCPના નેતા સુનીલ તટકરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં મળ્યા હતા. બન્ને વચ્ચે શું વાતચીત થઈ એની જાણ હજી સુધી થઈ નથી.
જોકે બે દિવસ પહેલાં પાર્થ પવાર પણ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હોવાથી NCPમાં શું ચાલી રહ્યું છે એ વિશે જુદાં-જુદાં અનુમાનો લગાવાઈ રહ્યાં છે. પાર્થ પવાર સાથેની મુલાકાતને સામાન્ય ગણાવતાં એ વખતે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે હું અને પાર્થ પવાર મળીએ એમાં કોઈ મોટી વાત નથી. જોકે હવે સુનીલ તટકરે પણ તેમને મળવા પહોંચ્યા હોવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર ગરમાયો છે.
