Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસે ૨૦૧૯માં જીતેલી એકમાત્ર બેઠક આંચકી લેવા સુધીર મુનગંટીવારને ઉતારવામાં આવ્યા

કૉન્ગ્રેસે ૨૦૧૯માં જીતેલી એકમાત્ર બેઠક આંચકી લેવા સુધીર મુનગંટીવારને ઉતારવામાં આવ્યા

15 March, 2024 06:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બીજેપીએ બુધવારે જાહેર કરેલી લોકસભાના ઉમેદવારોની બીજી યાદીમાં રાજ્યના સાંસ્કૃતિક અને વનવિભાગના પ્રધાન સુધીર મુનગંટીવારનું નામ પણ સામેલ હતું. લોકસભાની ચૂંટણી લડવાના મૂડમાં ન હોવા છતાં પક્ષે તેમને ચંદ્રપુરમાંથી ઉમેદવારી આપી છે.

કૉન્ગ્રેસે ૨૦૧૯માં જીતેલી એકમાત્ર બેઠક આંચકી લેવા સુધીર મુનગંટીવારને ઉતારવામાં આવ્યા

કૉન્ગ્રેસે ૨૦૧૯માં જીતેલી એકમાત્ર બેઠક આંચકી લેવા સુધીર મુનગંટીવારને ઉતારવામાં આવ્યા


બીજેપીએ બુધવારે જાહેર કરેલી લોકસભાના ઉમેદવારોની બીજી યાદીમાં રાજ્યના સાંસ્કૃતિક અને વનવિભાગના પ્રધાન સુધીર મુનગંટીવારનું નામ પણ સામેલ હતું. લોકસભાની ચૂંટણી લડવાના મૂડમાં ન હોવા છતાં પક્ષે તેમને ચંદ્રપુરમાંથી ઉમેદવારી આપી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં અહીંથી કૉન્ગ્રેસના સુરેશ ધાનોરકર સામે પરાજિત થયેલા હંસરાજ આહિર પર બીજેપી ફરી દાવ લગાવવા ન માગતી હોવાથી સુધીર મુનગંટીવારની પસંદગી કરવામાં આવી છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસે રાજ્યમાંથી આ એકમાત્ર બેઠક મેળવી હતી. જોકે કૉન્ગ્રેસના સાંસદ સુરેશ ધાનોરકરનું ગયા વર્ષે મૃત્યુ થયું હતું. 
બીજી રસપ્રદ વાત એ છે કે પંકજા મુંડેને જ્યાંની ટિકિટ મળી છે એ બીડ મતદારક્ષેત્રમાં તેમનાં બહેન પ્રીતમ મુંડે સંસદસભ્ય છે. એટલે બીજેપીએ એક બહેનની ટિકિટ કાપીને બીજી બહેનને આપી છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

15 March, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK