Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોથા ધોરણના વિદ્યાર્થીઓ જ્યારે ચડ્યા કોર્ટનાં પગથિયાં

ચોથા ધોરણના વિદ્યાર્થીઓ જ્યારે ચડ્યા કોર્ટનાં પગથિયાં

27 March, 2024 10:15 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

અદાલતની કાર્યવાહી અને દેશના કાયદાઓને સમજવા શિશુવિહાર ઇન્ટરનૅશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી માઝગાવની પ૬મી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટની મુલાકાત

કોર્ટનું પ્રૅ​ક્ટિકલ જ્ઞાન મેળવવા માઝગાવની પ૬મી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ  કોર્ટની મુલાકાતે ગયેલા શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન ટ્રસ્ટ-ચિંચપોકલી દ્વારા સંચાલિત કેમ્બ્રિજ સંલગ્ન શિશુવિહાર ઇન્ટરનૅશનલ સ્કૂલના ગ્રેડ ફોરના વિદ્યાર્થીઓ

કોર્ટનું પ્રૅ​ક્ટિકલ જ્ઞાન મેળવવા માઝગાવની પ૬મી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટની મુલાકાતે ગયેલા શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન ટ્રસ્ટ-ચિંચપોકલી દ્વારા સંચાલિત કેમ્બ્રિજ સંલગ્ન શિશુવિહાર ઇન્ટરનૅશનલ સ્કૂલના ગ્રેડ ફોરના વિદ્યાર્થીઓ


આપણા દેશમાં ન્યાયતંત્ર વિશે શીખવાની મૂલ્યવાન તક પૂરી પાડવાના ઉદ્દેશથી શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન ટ્રસ્ટ-ચિંચપોકલી દ્વારા સંચાલિત શિશુવિહાર ઇન્ટરનૅશનલ સ્કૂલના ગ્રેડ ફોરના વિદ્યાર્થીઓને ૧૯ માર્ચે માઝગાવની પ૬મી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટની મુલાકાત કરાવવામાં આવી હતી. ત્યાં ન્યાયાધીશ એ. એ. વુજકર દ્વારા વિદ્યાર્થીઓને ભારતમાં કાયદાકીય વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરે છે, કોર્ટ કેવી રીતે કાર્ય કરે છે અને કેવી રીતે નિર્ણયો લેવામાં આવે છે એની સમજણ આપવામાં આવી હતી. આ મુલાકાતથી આ વિદ્યાર્થીઓ જોઈ શક્યા હતા કે કેવી રીતે ન્યાય મળે છે અને દેશના કાયદાને સમજવા આજના સમયમાં કેટલું મહત્ત્વનું છે.

આ મુલાકાતનો હેતુ અમારી સ્કૂલના યુવા વિદ્યાર્થીઓને તેમના સોશ્યલ સ્ટડીઝના અભ્યાસમાં આવતા વર્તમાન વિષય ‘અધિકારો અને ફરજો’ વિશે વધુ જણાવવા અને શીખવવાની પહેલના ભાગરૂપે પ્રૅક્ટિકલ અનુભવ લઈને સક્ષમ બનાવવાનો હતો એવી માહિતી આપતાં સ્કૂલનાં પ્રિન્સિપાલ પ્રીતિ ચોકસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓ સર્વગ્રાહી રીતે વિકસિત થાય એ અમારું ધ્યેય છે. કોર્ટની મુલાકાતથી તેમને પ્રૅક્ટિકલ જ્ઞાન મળ્યું કે દેશના નાગરિકોને કેવી રીતે ન્યાય મળે છે તેમ જ દેશના કાયદા અને યુવા ભારતીય નાગરિકો તરીકે તેમના અધિકારો અને ફરજો સમજવાં શા માટે મહત્ત્વપૂર્ણ છે. આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓને અનુક્રમે સુપ્રીમ કોર્ટ, હાઈ કોર્ટ, જુવેનાઇલ કોર્ટ અને આ અદાલતોમાં સંભાળવામાં આવતા કેસોના પ્રકાર વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.’



આવી તકો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં અન્વેષણ અને ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે એમ જણાવતાં પ્રીતિ ચોકસીએ કહ્યું હતું કે ‘તેમની એક કલાકની મુલાકાતમાં તેમને કોર્ટમાં લાઇબ્રેરી જોવાની અને પુરુષ અને મહિલા વકીલો માટેની ચેમ્બર્સની મુલાકાત લેવાની તક પણ મળી હતી. આ અનુભવે અમારા વિદ્યાર્થીઓને આપણા દેશના ન્યાયતંત્ર વિશે શીખવાની મૂલ્યવાન તક પૂરી પાડી હતી. તેમની કોર્ટની મુલાકાતનું આયોજન ઍડ્વોકેટ મિત્તલ છેડા અને ધવલ સંગોઈએ કોર્ટના જજ સાથે સંપર્ક કરીને કરી આપ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2024 10:15 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK