Street Dogs Attack in Mumbai: ઉલ્હાસનગર સેન્ટ્રલ હૉસ્પિટલના ડીન ડૉ. મનોહર બનસોડેએ વધુમાં જણાવ્યું હતું કે જખમી બાળકીને ચહેરા પર ઈજા થતાં તેની પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે જેજે હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- છ વર્ષની બાળકીના ચહેરા અને જડબા પર કુતરો કરડતા તેને ગંભીર ઇજાઓ થઈ
- બાળકીનો રડવાનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો ત્યાં દોડી ગયા
- 10,000 રખડતા કૂતરાઓને વેક્સિન આપવાનું થાણે મહાનગર પાલિકાનું લક્ષ્ય
મુંબઈ સહિત આસપાસના ઉપનગરોમાં રખડતા કુતરાઓ દ્વારા લોકો પર હુમલા કરવાની ઘટનાઓમાં વધારો આવ્યો છે. આ સાથે થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં નવી ઘટના સામે આવી છે. જ્યાં રખડતા કુતરાઓના હુમલામાં એક છ વર્ષની બાળકીને ગંભીર ઈજાઓ થઈ હતી.
થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હજી પણ જોવા મળી રહ્યો છે. ગુરુવારે છ વર્ષની બાળકીના ચહેરા અને જડબા પર કુતરો કરડતા તેને ગંભીર ઇજાઓ થઈ છે. આ સાથે બાળકીને પગની ઘૂંટીમાં પણ વધુ ઇજાઓ થઈ છે. થાણે જિલ્લાના મુરબાડ તાલુકાના ધસાઈ ગામની રહેવાસી આરુષિ કનોજિયા તેના ઘરના કમ્પાઉન્ડમાં એકલી રમી રહી હતી ત્યારે એક રખડતા કૂતરાએ તેના પર હુમલો કર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન બાળકીને પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં તેને ગંભીર ઇજાઓ થઈ હતી.
ADVERTISEMENT
હુમલા વખતે બાળકીનો રડવાનો અવાજ સાંભળીને પરિવારના સભ્યો ત્યાં દોડી ગયા અને કૂતરાને દૂર કર્યો હતો. તે બાદ તરત જ પીડિત બાળકીને ઉલ્હાસનગરની સેન્ટ્રલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હૉસ્પિટલના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે પીડિતાને ગઈકાલે જ રજા આપવામાં આવી હતી. ઉલ્હાસનગર સેન્ટ્રલ હૉસ્પિટલના ડીન ડૉ. મનોહર બનસોડેએ વધુમાં જણાવ્યું હતું કે જખમી બાળકીને ચહેરા પર ઈજા થતાં તેની પ્લાસ્ટિક સર્જરી કરાવવા માટે જેજે હૉસ્પિટલમાં રિફર કરવામાં આવી છે.
અત્યાર સુધી નોંધાઈ છે આટલી ઘટનાઓ
ઉલ્હાસનગરની સેન્ટ્રલ હૉસ્પિટલમાં, જેમાં વિશેષ પ્રાણી નસબંધી વિભાગ છે, ત્યાં ૧ જાન્યુઆરીથી કૂતરા કરડવાના ઓછામાં ઓછા ૩૩૫ કેસ નોંધાયા છે. મિડ-ડે દ્વારા અગાઉ અહેવાલ મુજબ, ફક્ત ૧૦ ફેબ્રુઆરીએ, ૧૩૫ નાગરિકો પર કૂતરાઓના હુમલાની ઘટના નોંધવામાં આવી હતી. હૉસ્પિટલના ડેટામાં વધુમાં જણાવાયું છે કે 2024 માં, કૂતરા કરડવાના 21,411 થી વધુ ઘટનાઓ સામે આવી હતી.
પ્રશાસનની ભટકતા કુતરાઓના આતંકને રોકવા પહેલ
મુંબઈ અને થાણેના શહેરોમાં ભટકતા કુતરા દ્વારા લોકોને કરડવાની ઘટનાઓ વધી રહી છે. કુતરા કરડવાની ઘટનાઓને રોકવા પ્રશાસન દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) મિશન રેબીઝ ઈન્ડિયાના સહયોગથી, શહેરને હડકવા મુક્ત બનાવવા માટે એક ખાસ `હડકવા મુક્ત થાણે` અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ 10,000 રખડતા કૂતરાઓને વેક્સિન આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ અભિયાનનો હેતુ લોકોમાં હડકવા સંબંધિત મૃત્યુ અટકાવવા અને હડકવા વાયરસના સંક્રમણના ચક્રને તોડવાનો છે, એમ નિવેદનમાં જણાવાયું છે. હડકવા રસીકરણ અભિયાન 29 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલ્યું, જેમાં સમગ્ર શહેરમાં 10,000 રખડતા કૂતરાઓને રસી આપવાનું લક્ષ્ય છે. ગયા વર્ષે, આ પહેલના ભાગ રૂપે 7,000 થી વધુ કૂતરાઓને રસી આપવામાં આવી હતી.


