અંધેરી સ્ટેશન આવતાં જ ટ્રેનમાં ચડનારા મુસાફરોની ભીડમાંથી એ ઊતરી ગયો હતો. મુસાફરોએ ડૉગીનો ટ્રેનમાં મુસાફરી કરતો વિડિયો લઈને વાઇરલ કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
સ્ટેશન પર રખડતા ડૉગીએ લોકલ ટ્રેનની મુસાફરીની મજા માણી હતી. અમુક મુસાફરોને આ નવા મુસાફર સાથે મજા પડી હતી તો અમુક મુસાફરો ગભરાઈ ગયા હતા. મંગળવારે સાંજે બાંદરાથી ૪.૫૫ વાગ્યાની વિરાર જતી ડબલ ફાસ્ટ લોકલના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ડૉગી ચડી ગયો હતો. આજુબાજુ મુસાફરોની ભીડ જોઈને એણે ભસવાનું શરૂ કરી દીધું હતું એને લીધે મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. જોકે થોડી વાર પછી શાંતિથી બેસી જતાં કૉલેજ-સ્ટુડન્ટ્સ અને અન્ય મુસાફરોને એની સાથે રમવાની મજા પડી ગઈ હતી.
ડૉગીએ ચાલુ ટ્રેનમાંથી ઊતરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ મુસાફરોએ એને રોકીને બચાવી લીધો હતો. અંધેરી સ્ટેશન આવતાં જ ટ્રેનમાં ચડનારા મુસાફરોની ભીડમાંથી એ ઊતરી ગયો હતો. મુસાફરોએ ડૉગીનો ટ્રેનમાં મુસાફરી કરતો વિડિયો લઈને વાઇરલ કર્યો હતો.


