Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરીમાં લોખંડવાલા કૉમ્પ્લેક્સના એક ચોકને શ્રીદેવી ચોક નામ અપાયું

અંધેરીમાં લોખંડવાલા કૉમ્પ્લેક્સના એક ચોકને શ્રીદેવી ચોક નામ અપાયું

Published : 13 October, 2024 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીદેવીની દીકરી ખુશી કપૂર પપ્પા બોની કપૂર સાથે ગુમસૂમ ઊભી હતી

ચોકના સ્મારકનું પડદો હટાવી ઉદ્ઘાટન

ચોકના સ્મારકનું પડદો હટાવી ઉદ્ઘાટન


અંધેરીમાં લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં મશહૂર અભિનેત્રી શ્રીદેવી જે અપાર્ટમેન્ટમાં રહેતી હતી એ ગ્રીન એકર્સની બાજુમાં આવેલા ચાર રસ્તાના ચોકને ગઈ કાલે શ્રીદેવી કપૂર ચોક નામ આપવામાં આવ્યું હતું. એ પ્રસંગે તેમના પતિ બોની કપૂર અને દીકરી ખુશી કપૂર હાજર રહ્યાં હતાં. સાથે જ વીતેલા જમાનાનાં જાજરમાન અભિનેત્રી શબાના આઝમી પણ હાજર રહ્યાં હતાં.


બોની કપૂરે શ્રીદેવીના ફોટો સાથેના ચોકના સ્મારકનું પડદો હટાવી ઉદ્ઘાટન કર્યું હતું. એ પછી તે પગે પણ લાગ્યા હતા અને ફોટોને સ્પર્શ પણ કર્યો હતો. જ્યારે શ્રીદેવીની દીકરી ખુશી કપૂર પપ્પા બોની કપૂર સાથે ગુમસૂમ ઊભી હતી. ઉદ્ઘાટનની ઘડીએ તે ઇમોશનલ થઈ ગઈ હોવાનું જણાઈ રહ્યું હતું.  


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2024 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK