પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ૧૧ ડિસેમ્બરે સવારે ૪.૩૦ વાગ્યે ઘોડબંદર રોડ પરની એક હોટેલ પાસે બની હતી
પ્રતીકાત્મક તસવીર
થાણેની એક યુવતીના પ્રેમીએ તેને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીનો પ્રેમી સિનિયર બ્યુરોક્રેટનો પુત્ર હોવાનું કહેવાઈ રહ્યું છે. થાણેના પોલીસ કમિશનર જયજિત સિંહે જણાવ્યું હતું કે આરોપી અશ્વજોત ગાયકવાડ અને અન્ય બે સામે કલમ ૩૨૩ (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), ૨૭૯ (રૅશ ડ્રાઇવિંગ) અને ભારતીય દંડસંહિતાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના ૧૧ ડિસેમ્બરે સવારે ૪.૩૦ વાગ્યે ઘોડબંદર રોડ પરની એક હોટેલ પાસે બની હતી. એ સમયે ૨૬ વર્ષની યુવતી અને અશ્વજોત ગાયકવાડ વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં યુવતીએ તેની કારમાંથી તેનો સામાન લઈને જવાનું શરૂ કર્યું ત્યારે એ કાર તેના પર ચલાવવાની કોશિશ કરવામાં આવી હતી. એને કારણે યુવતી પડી ગઈ હતી અને તેને ગંભીર ઈજાઓ થઈ હતી. યુવતીએ પાછળથી આ ઘટના વિશે ઘણી સોશ્યલ મીડિયા પોસ્ટ્સ મૂકી હતી.
ADVERTISEMENT
અધિકારીએ જણાવ્યું હતું કે ‘સંપૂર્ણ તપાસ માટે પોલીસ ઝોન પાંચના ડેપ્યુટી કમિશનર અમરસિંહ જાધવના નેતૃત્વ હેઠળ એક એસઆઇટીની રચના કરવામાં આવી છે. સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે અને ફૉરેન્સિક પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. તપાસ દરમિયાન વધુ તથ્યો બહાર આવશે ત્યારે કાયદાની વધુ કલમોનો સમાવેશ કરવામાં આવશે.’


