આ પહેલાં ગુરુવારે રાત્રે પણ અમુક મિનિટ માટે આ બધા વિસ્તારોમાં બત્તીગુલ થઈ હતી.
તસવીર: સતેજ શિંદે
સાઉથ મુંબઈમાં ગઈ કાલે સતત બીજા દિવસે પણ પાવર-ફેલ્યર થયો હતો. ક્રૉફર્ડ માર્કેટ પાસેના બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના ફીડરમાં ટેક્નિકલ ખામી આવવાને કારણે પાવર કપાઈ જવાની સમસ્યા ઊભી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મહાનગરપાલિકા માર્ગ, જી. ટી. હૉસ્પિટલ અને મરીન લાઇન્સમાં ગઈ કાલે સાંજે આ સમસ્યા ઊભી થઈ હતી. આ પહેલાં ગુરુવારે રાત્રે પણ અમુક મિનિટ માટે આ બધા વિસ્તારોમાં બત્તીગુલ થઈ હતી.