Sharadiya Navratri 2023 Start Date in India: સનાતન ધર્મમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્વ હોય છે તેમાં પણ ગુજરાતીઓમાં ખાસ. અહીં જાણો શારદીય નવરાત્રી કેટલા દિવસ ઉજવવામાં આવશે.
નવરાત્રી (ફાઈલ તસવીર)
Sharadiya Navratri 2023 Start Date in India : સનાતન ધર્મમાં નવરાત્રી પર્વનું વિશેષ મહત્વ હોય છે તેમાં પણ ગુજરાતીઓમાં ખાસ. અહીં જાણો શારદીય નવરાત્રી કેટલા દિવસ ઉજવવામાં આવશે.
સનાતન ધર્મમાં નવરાત્રીનું ખાસ મહત્વ છે. આ તહેવારનો શુભારંભ દરવર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે. શારદીય નવરાત્રીમાં મા શક્તિના 9 સ્વરૂપોની પૂજા - ઉપાસના કરવામાં આવે છે. મા શક્તિના 9 સ્વરૂપોની ઉપાસના કરવાથી ભક્તોને ખાસ લાભ મળે છે અને જીવનમાં આવતી દરેક મુશ્કેલી પણ દૂર થાય છે. આ દરમિયાન અનેક લોકોને એ કન્ફ્યૂઝન છે કે આખરે શારદી નવરાત્રી 8 કે 9 કેટલા દિવસની થશે. તો આજે તમારા કન્ફ્યૂઝને કરીએ દૂર અને શારદી નવરાત્રી સાથએ જોડાયેલી માહિતી વિશે જાણો વિસ્તારથી.
ADVERTISEMENT
શારદીય નવરાત્રીની પ્રતિપદા તિથિ
Sharadiya Navratri 2023 Start Date: હિંદુ પંચાંગ પ્રમાણે શારદીય નવરાત્રીની શરૂઆત પ્રતિપદા તિથિ 14 ઑક્ટોબર શનિવારે રાતે 11 વાગીને 24 મિનિટે થશે અને આનું સમાપન 16 ઑક્ટોબર, સોમવારે મોડી રાતે 12 વાગીને 32 મિનિટે થાય છે.
શારદીય નવરાત્રી 2023 કળશ સ્થાપના મૂહુર્ત (Sharadiya Navratri 2023 Start Date)
એ તો બધા જ જાણે છે કે નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે. આથી જ કળશ સ્થાપના માટેનો શુભ સમય 15 ઑક્ટોબર, રવિવારના રોજ સવારે 11:44 થી 12:30 સુધીનો રહેશે. આ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.
શારદીય નવરાત્રીની અષ્ટમી અને નવમી તિથિ
Sharadiya Navratri 2023 Start Date: શારદીય નવરાત્રિની અષ્ટમી તિથિ 22 ઑક્ટોબર રવિવારે છે. આ દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. 23 ઑક્ટોબર, સોમવારે મહાનવમી ઉજવવામાં આવશે. આ દિવસે મા દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, સાથે જ નવરાત્રી હવન અને કન્યા પૂજન પણ કરવામાં આવે છે.
શારદીય નવરાત્રી પૂજન વિધિ
આ વર્ષે નવરાત્રી 9 દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવશે. વસંતની આ શરૂઆત અને પાનખરની શરૂઆતને આબોહવા અને સૂર્યના પ્રભાવનો સંગમ માનવામાં આવે છે. દરરોજ મા દુર્ગાનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે નવરાત્રિના ચોથાથી છઠ્ઠા દિવસે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કલા અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આઠમા દિવસે યજ્ઞ કરવામાં આવે છે અને નવમો દિવસ નવરાત્રિનો છેલ્લો દિવસ છે, આ દિવસે કન્યા પૂજા કરવામાં આવે છે.


