Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં INDIAની સંકલન સમિતિની બેઠક પહેલાં MVAની પૂર્વ તૈયારીઓ શરૂ

દિલ્હીમાં INDIAની સંકલન સમિતિની બેઠક પહેલાં MVAની પૂર્વ તૈયારીઓ શરૂ

13 September, 2023 03:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દિલ્હીમાં એનસીપી સુપ્રીમોના નિવાસસ્થાને યોજાનારી I.N.D.I.A એલાયન્સની કૉ-ઑર્ડિનેશન કમિટી (INDIA Coordination Committee)ની પ્રથમ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


લોકસભા ચૂંટણી માટે રચાયેલા વિરોધ પક્ષોના I.N.D.I.A એલાયન્સની સંકલન સમિતિની પ્રથમ બેઠક દિલ્હીમાં યોજાશે. આ બેઠક 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર (Sharad Pawar)ના ઘરે યોજાઇ હતી. આ બેઠકમાં I.N.D.I.A.નો લોગો નક્કી કરવા સાથે સીટની વહેંચણી પર ચર્ચા થવાની શક્યતા છે.

દિલ્હી જતા પહેલા ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉતે એનસીપી સુપ્રીમો શરદ પવારને મુંબઈમાં તેમના સિલ્વર ઓક નિવાસસ્થાને મળ્યા હતા. ત્રણેય નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર NCPના વડા જયંત પાટીલ પણ હાજર હતા. દિલ્હીની બેઠકમાં 14 પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહેશે. લોગોને અંતિમ સ્વરૂપ આપવા અને તેને બહાર પાડવાની સાથે સીટ એગ્રીમેન્ટ ફોર્મ્યુલા પર ચર્ચા થવાની અપેક્ષા છે.


પવાર મહારાષ્ટ્ર મોડલ રજૂ કરશે


દિલ્હીમાં એનસીપી સુપ્રીમોના નિવાસસ્થાને યોજાનારી I.N.D.I.A એલાયન્સની કૉ-ઑર્ડિનેશન કમિટી (INDIA Coordination Committee)ની પ્રથમ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં શરદ પવાર મહારાષ્ટ્રની સીટ શેરિંગ ફોર્મ્યુલાનું મોડલ ટીમ સામે રજૂ કરી શકે છે. શરદ પવારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની રચના કરી છે. તેમાં કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાનો સમાવેશ થાય છે.

શિવસેના અને એનસીપી (NCP)ના ઘણા નેતાઓ ભાજપ (BJP) સાથે ગયા છે, પરંતુ શરદ પવાર હજુ પણ મહા વિકાસ આઘાડી સાથે છે. સિલ્વર ઓકના નિવાસસ્થાને ત્રણેય નેતાઓની બેઠક બાદ એનસીપીના વરિષ્ઠ નેતા જયંત પાટીલે જણાવ્યું હતું કે બેઠક દરમિયાન ઈન્ડિયા એલાયન્સ અને મહા વિકાસ અઘાડી અંગે ચર્ચા થઈ હતી અને ઈન્ડિયા એલાયન્સ અને એમવીએ પાર્ટીઓ વચ્ચે સીટની વહેંચણી પર વાતચીત થશે.


બેઠકોની વહેંચણી ઝડપી બનાવવા પર ચર્ચા

પાટીલે કહ્યું કે, “મુંબઈમાં I.N.D.I.A ગઠબંધનની બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે લોકસભા ચૂંટણી માટે સીટની વહેંચણી ઝડપી કરવામાં આવે અને આ માટે કૉંગ્રેસ સાથે ચર્ચા કરવી પડશે. ઉદ્ધવ ઠાકરે કૉંગ્રેસના નેતાઓ સાથે વાત કરશે. સીટ વહેંચણી અંગે ચર્ચા કરવા માટે આ મહિને બેઠક યોજાશે. પાટીલે કહ્યું કે ટૂંક સમયમાં સંયુક્ત રેલીઓ શરૂ થશે.”

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે એમવીએ ઘટક તે લોકસભા બેઠકો જાળવી રાખશે જ્યાં તેઓના સાંસદો છે અને બાકીની બેઠકો પર જ્યાં ભાજપ અથવા એનડીએના સાંસદો છે, બેઠકોની વહેંચણી ટૂંક સમયમાં કરવામાં આવશે. એવી અપેક્ષા છે કે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

I.N.D.I.A ગઠબંધનની સંકલન સમિતિમાં કૉંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ, ડીએમકેના નેતા ટીઆર બાલુ, ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન, શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉત, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ, AAP નેતા રાઘવ ચડ્ડા, સમાજવાદી પક્ષના નેતા રાઘવ ચડ્ડાનો સમાવેશ થાય છે.

13 September, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK