Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કિસાનનો સમય અ‌ને ખર્ચ બચાવશે સાંતાક્રુઝના હલક શાહનું ખાસ ડ્રૉન-ઇનોવેશન

કિસાનનો સમય અ‌ને ખર્ચ બચાવશે સાંતાક્રુઝના હલક શાહનું ખાસ ડ્રૉન-ઇનોવેશન

Published : 15 August, 2021 09:02 AM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

યુથ ડેના દિવસે મિનિસ્ટર અનુરાગ ઠાકુરના હાથે નૅશનલ અવૉર્ડ મેળવનારા સાંતાક્રુઝના હલક શાહે ખેતીમાં રેન્ટેડ ડ્રૉનના ઉપયોગ દ્વારા સમય અને ખર્ચ ઓછો કરીને ઉત્પાદન કેવી રીતે વધારી શકાય છે એનું ઇનોવેશન કર્યું છે

મિનિસ્ટર અનુરાગ ઠાકુરના હાથે નૅશનલ અવૉર્ડ મેળવનારા સાંતાક્રુઝના હલક શાહ

મિનિસ્ટર અનુરાગ ઠાકુરના હાથે નૅશનલ અવૉર્ડ મેળવનારા સાંતાક્રુઝના હલક શાહ


આજના આઝાદી દિને મુંબઈના ગુજરાતીને સલામ કરવા જેવી છે

ઇનોવેશનની બાબતમાં ગુજરાતીઓને ગર્વ થાય એવું કામ સાંતાક્રુઝમાં રહેતા હલક વિશાલ શાહે કર્યું છે. આર્કિટેક્ટની ડિગ્રી પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એમબીએ કરનારા હલકે તેના ફ્રેન્ડ મોનિશ ગદિયા સાથે મળીને ‘ખેતી હલ’ નામની યુનિક ઍપ્લિકેશન ડિઝાઇન કરી છે. એ અંતર્ગત આજે આપણે જેમ કૅબ બુક કરીએ છીએ એમ ખેડૂતો પોતાના ફાર્મનાં વિવિધ કામ માટે રેન્ટેડ ડ્રૉન બુક કરી શકશે. બિયારણ નાખવાથી લઈને દવાનો છંટકાવ કરવો, પાકનો ગ્રોથ અંદરખાને કેવો થયો છે એની ફોટોગ્રાફી કરવી જેવી અનેક બાબતો માટે ડ્રૉનનો ઉપયોગ કરી શકાશે. આમાં તેમનો સમય અને મેનપાવર બન્ને બચશે. એ સિવાય ખેડૂતો માટે ઈ-કૉમર્સ, ફાર્મર્સ ચૅટિંગ, કૉર્પોરેટ સાથે ડાયરેક્ટ બીડ કરી શકે એવાં ઘણાં ફીચર્સ ઍપ્લિકેશનમાં છે. આ અનોખા ઇનોવેશન માટે ગુરુવારે યુથ અફેર્સ ઍન્ડ સ્પોર્ટ્સ તથા ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડ્કાસ્ટિંગ મિનિસ્ટ્રીના પ્રધાન અનુરાગ ઠાકુર દ્વારા હલક શાહને સન્માનિત કરવામાં આવ્યો હતો. દર અસલ યુનાઇટેડ નેશન્સ વૉલન્ટિયર્સ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને મિનિસ્ટ્રી ઑફ યુથ અફેર્સ ઍન્ડ સ્પોર્ટ્સ દ્વારા નૅશનલ કૉમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો વિષય હતો ‘ક્રીએટિંગ સસ્ટેનેબલ ફૂડ વૅલ્યુ ચેઇન સિસ્ટમ’. એમાં ખેતીને જ ધ્યાનમાં રાખીને પાંચ કૅટેગરીમાં બે-બે ઇનોવેશનને એટલે કે દેશભરમાંથી કુલ દસ ઑન્ટ્રપ્રનર આઇડિયાને ‘સૉલ્વ્ડ ૨૦૨૧ અવૉર્ડ’થી સન્માનિત કરાયા હતા. દેશભરમાંથી લગભગ ૮૫૦ એન્ટ્રીમાંથી માત્ર દસ એન્ટ્રી પસંદ થઈ હતી. હલકને ટ્રોફી, સર્ટિફિકેટ, ગિફ્ટ હૅમ્પર અને એક લાખ રૂપિયા ઇનામ પેટે મળ્યાં છે.



આ પહેલાં પણ આવાં ઘણાં અચીવમેન્ટ મેળવી ચૂકેલા હલકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં આ જ આઇડિયાનું ઇનિશિયલ વર્ઝન નેસ્લે કંપની દ્વારા આયોજિત એક કૉમ્પિટિશનમાં પાંચ હજાર એન્ટ્રીમાંથી સિલેક્ટ થયું હતું અને એમાં પણ ભવ્ય આયોજન વચ્ચે બે લાખની ધનરાશિ અને ટ્રોફી વગેરેનો અવૉર્ડ મળી ચૂક્યો છે. આર્કિટેક્ટ હોવાને કારણે ડિઝાઇન થિન્કિંગ હવે સ્વભાવ બની ગયો છે. આર્કિટેક્ટ બન્યા પછી યુનાઇટેડ નેશન્સ દ્વારા તક મળતાં મને ઇજિપ્ત અને ઇઝરાયલમાં રહેવાનો મોકો મળેલો જેમાં ઍગ્રિકલ્ચરમાં ટેક્નૉલૉજી કેવી રીતે વરદાન સાબિત થઈ શકે છે એ મેં અનુભવ કર્યો. બીજું, હું ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન સાથે પણ સંકળાયેલો છું જેને કારણે ત્યાંનાં ગામડાંઓમાં રહીને ખેડૂતો સાથે ખૂબ સમય વિતાવ્યો છે. ત્યાં નોટબુક્સ અને સ્ટેશનરીને રાહતદરે આપવાનું કામ ખૂબ મોટા પાયે કરતો હતો. આ બધાને કારણે ખેડૂતોની સમસ્યાઓથી વાકેફ થયો અને એના સૉલ્યુશનરૂપે જ આ ઇનોવેશન શોધાયું છે.’


હલક અત્યારે એક મલ્ટિનૅશનલ કંપનીમાં એનર્જી ટ્રાન્સમિશન કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. બિઝનેસ સ્કૂલ ચૅમ્પિયનશિપમાં પણ તેની પ્રૉબ્લેમ સૉલ્વિંગ સ્કિલ માટે તે અવૉર્ડ જીતી ચૂક્યો છે અને ‘ફૉર્બ્સ’ મૅગેઝિનમાં તેનું નામ છપાયેલું. પ્રૉબ્લેમ સૉલ્વર એટલે કે સમસ્યા આવે ત્યારે એનું સમાધાન શું, ફાયર-ફાઇટર એટલે તાત્કાલિક પ્રૉબ્લેમ માટે શું પગલાં લેવાં અને ટ્રબલ-શૂટર એટલે કે ટ્રબલને મિનિમાઇઝ કરવા માટે શું કરવું આ ત્રણ બાબતમાં હલકની માસ્ટરી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2021 09:02 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK