જૂના નિવેદનને લીધે સમય રૈના પાછો વિવાદમાં
સમય રૈના
સ્ટૅન્ડ-અપ કૉમેડિયન અને યુટ્યુબર સમય રૈના ફરી એક વાર ન્યુઝમાં છે અને આ વખતે કારણ છે પેરન્ટિંગ વિશેનું તેનું નિવેદન. આ નિવેદન સમય રૈના ફેબ્રુઆરીમાં ઇન્ડિયાઝ ગૉટ લૅટન્ટ નામના શોના વિવાદમાં ફસાયો એ પહેલાંનું છે.
જાન્યુઆરીમાં સમય રૈનાએ એક પૉડકાસ્ટ તૈયાર કર્યો હતો જેમાં તેણે જે કંઈ કહ્યું હતું એ હવે વાઇરલ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
એ પૉડકાસ્ટમાં સમય રૈનાએ કહ્યું હતું કે ૮થી ૧૦ વર્ષનું બાળક મારો શો જોતું હોય તો એ તેનાં માતાપિતાની નિષ્ફળતા છે, હું બાળકો માટે રોલ-મૉડલ નથી. સમય રૈનાના શોમાં ઍડ્લ્ટ કન્ટેન્ટ હોય છે એટલે તેણે આવું કહ્યું હતું.
ત્યાર બાદ સમયે પોતાના ઉછેરની વાત સંભળાવીને કહ્યું હતું કે ‘બાળપણમાં મારાં માતાપિતા મને ટીવી જોવા બદલ ઠપકો આપતાં હતાં. હું તેમના ડરથી ટીવી જોતો નહોતો અને આ કારણે હું એ બધી બાબતોથી પ્રભાવિત નહોતો. મને ખરેખર લાગે છે કે મારાં માતાપિતાએ તેમનું કામ સારી રીતે કર્યું. માતાપિતાની જવાબદારી છે કે તેઓ પોતાનાં બાળકોની જવાબદારી સમજે અને તેમના માટે જવાબદાર બને.’


