Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રૂપિયાનો વરસાદ થઈ રહ્યો હોવાનો વિડિયો રોહિત પવારે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો એને પગલે થઈ ધમાલ

રૂપિયાનો વરસાદ થઈ રહ્યો હોવાનો વિડિયો રોહિત પવારે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો એને પગલે થઈ ધમાલ

08 May, 2024 07:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિડિયોમાં કારની સીટ પર ૫૦૦ રૂપિયાની નોટનાં બંડલ પડ્યાં હોવાનું દેખાય છે

શરદ પવાર અને અજિત પવાર

શરદ પવાર અને અજિત પવાર


બારામતીમાં મતદાન પહેલાં રાત્રે રૂપિયાનો વરસાદ કરવામાં આવી રહ્યો હોવાનું અને બૅન્ક મધરાત બાદ પણ ખુલ્લી હોવાનો વિડિયો શરદ પવાર જૂથના વિધાનસભ્ય રોહિત પવારે શૅર કર્યા બાદ શરદ પવાર અને અજિત પવાર જૂથના કાર્યકરો વચ્ચે રાડો થયો હતો. પોલીસે બધાને જેમતેમ કરીને અલગ કરીને મામલો શાંત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વિધાનસભ્ય રોહિત પવારે સોશ્યલ મીડિયા પર કરેલી પોસ્ટમાં ફોટો અને વિડિયો શૅર કરતાં લખ્યું હતું કે ‘પુણે જિલ્લા મધ્યવર્તી સહકારી બૅન્કની વેલ્હેની બ્રાન્ચ મધરાત બાદ પણ ખુલ્લી છે. બારામતીમાં પોલીસ બંદોબસ્તમાં પૈસાનો વરસાદ પડ્યો.’



આ વિડિયોમાં કારની સીટ પર ૫૦૦ રૂપિયાની નોટનાં બંડલ પડ્યાં હોવાનું દેખાય છે એટલું જ નહીં, કારમાં ચૂંટણી-ચિહ્‍ન ઘડિયાળની પ્રચારસામગ્રી દેખાય છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ‘ઇલેક્શન કમિશન, પોલીસ યંત્રણા, વિવિધ સ્કવૉડ બધાં જ કામ કરી રહ્યાં છે ત્યારે વિરોધીઓ દ્વારા ખોટા આરોપ કરવામાં આવી રહ્યા છે. રાત્રે બૅન્ક ખુલ્લી હોવાનું કહે છે તો દરેક બૅન્કની બહાર CCTV કૅમેરા હોય છે. તમે તપાસી શકો છો. આરોપ કરનારાના મગજ પર અસર થઈ હોવાનું લાગી રહ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK