ભગવતી હૉસ્પિટલમાં કૅથ લૅબ, મૉડ્યુલર ઑપરેશન થિયેટર અને રોગના નિદાન માટે ઍડ્વાન્સ યુનિટ ઉપલબ્ધ હશે.
૨૦૧૬માં ૧૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી
બોરીવલીમાં આવેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ભગવતી હૉસ્પિટલને ૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપ કરવામાં આવી છે. લાંબા સમયથી વેસ્ટર્ન સબર્બ્સના લોકો અત્યાધુનિક સુવિધા સાથે ભગવતી હૉસ્પિટલ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. નવેમ્બર મહિનામાં હૉસ્પિટલનું કામ પૂરું થશે અને ડિસેમ્બર મહિનાથી હૉસ્પિટલ દરદીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. હૉસ્પિટલનો પહેલો ફેઝ ૨૦૦૯માં શરૂ કરવામાં આવ્યો હતો અને ૨૦૧૬માં ૧૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બીજા તબક્કાનું કામ ૨૦૨૨માં પૂરું થવાનું હતું જે ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં પૂરું થશે. હવે ભગવતી હૉસ્પિટલમાં કૅથ લૅબ, મૉડ્યુલર ઑપરેશન થિયેટર અને રોગના નિદાન માટે ઍડ્વાન્સ યુનિટ ઉપલબ્ધ હશે.


