૨૪ લોકોની ધરપકડ, ૧૫૦ સામે કેસ નોંધાયા
પ્રતીકાત્મક તસવીર
રામનવમીની શોભાયાત્રા દરમ્યાન બુધવારે રાત્રે નાગપુરમાં બે જૂથોએ સામસામે પથ્થરમારો કરવાની ઘટના બની હતી. શોભાયાત્રા નાગપુરના મહાદુલ્લા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બે જૂથ સામસામે આવી ગયાં હતાં અને બાદમાં પથ્થરમારો થયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ઝંડો ફાડવામાં આવ્યો હોવાની અફવા ફેલાયા બાદ આ અથડામણ થઈ હોવાનું જણાતાં પોલીસે બન્ને જૂથના ૧૫૦ લોકો સામે ફરિયાદ નોંધીને ૨૪ જણની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે થોડો સમય વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે પોલીસે લોકોને વિખેરી નાખતાં સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.

